Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેડા : રાસ્કા, વાંઠવાળી અને માંકવા ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના નવિન મકાનના બાંધકામનું કરાયું ખાતમૂર્હુત.

Share

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા, વાંઠવાળી અને માંકવા મુકામે નવા બનનાર પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનના ખાર્તમૂર્હત પ્રસંગે કેન્દ્રિય રાજયકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સારવાર માટેના નવિન મકાનોથી નાગરિકોની આરોગ્યની સુખાકારીમાં વધારો થશે. પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે જો વ્યક્તિ પોતે શારિરીક અને માનસિક રીતે મજબૂત હશે તો તે તેના પોતાનો, કુટુંબ, ગામ, રાજય, દેશ તેમજ સમાજના વિકાસમાં મદદરૂપ થઇ શકશે. જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની શાસન ધુળા સંભારી અને ત્યારબાદ દેશની શાસન ધુળા સંભારી છે, ત્યારથી આપણે તેના સાક્ષી છીએ કે આ સરકારે છેવાડાના માનવીની આરોગ્યલક્ષી સેવાઓમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. બાળક જન્મે તે પહેલા તેની માતાના ગર્ભમાં હોય ત્યારથી લઇ વૃધ્ધ થાય ત્યાં સુધી તેના આરોગ્યની ચિંતા કરે છે અને તેને મળવા પાત્ર આરોગ્યના તમામ લાભો ઘરે જઇને પણ આપવામાં આવે છે. જયારે આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ રૂ.પાંચ લાખ સુધીની આરોગ્યની સેવાઓમાં મદદરૂપ થાય છે.

મંત્રી એ ઉપસ્થિત જનમેદનીને સરકારની મળવાપાત્ર દરેક યોજનાઓનો લાભ લેવા જાહેર અપીલ કરી હતી. અહિંયા આ પેટા આરોગ્ય કેન્દ્ર થવાથી બિમારી વ્યક્તિઓને તરત જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળતી થશે જેનાથી ગ્રામ્ય નાગરિકોને ખુબ જ લાભ થશે. ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, આપણા મહેમદાવાદનું સીએચસી સેન્ટર ખેડા જિલ્લાનું શ્રેષ્ઠ સીએચસી સેન્ટર છે.ત્રણ પેટા આરોગ્ય કેન્દ્ર બનનાર છે અને દરેક આરોગ્ય કેન્દ્ર પાછળ અંદાજે ૨૫.૫૦ લાખ જેટલો ખર્ચ થશે. આમ, ત્રણેય સેન્ટરના મળી કુલ ૭૮ લાખ જેટલો ખર્ચ થશે.આ ખર્ચ વર્ષ ૨૦૧૮-૧૯ ના બજેટમાંથી મંજૂર કરવામાં આવેલ છે. આ બાંધકામ ૧૦૦ ચો.મી ના વિસ્તારમાં બનનાર છે. તેઓ એ કોરોના કાળ દરમ્યાન આરોગ્ય શાખા તરફથી થયેલ કામગીરીને બિરદાવી હતી.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આરોગ્ય કર્મીઓનું શ્રેષ્ઠ કામગીરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, તાલુકા વિકાસ અધિકારી પારસભાઇ, જિલ્લા પંચાયત સદસ્ય સર્વ વનરાજભાઇ અજીતભાઇ જુવાનસિંહ, સરપંચ કિન્નરીબા, તા.પં સદસ્ય ભુવાજી, ર્ડા.અલ્પેશભાઇ, તા. પં. પ્રમુખ ભીખાભાઇ અંકિતભાઇ, ડૉ. ઠાકર, આરોગ્ય કર્મીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નર્મદા તટે પંચકોશી નર્મદા પરિક્રમા માટે સુવિધાઓ વધારવા નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ.

ProudOfGujarat

અંક્લેશ્વરનાં કુખ્યાત બુટલેગર સજ્જુને ત્યાં પોલીસની સફળ રેઇડ…

ProudOfGujarat

રાજપીપળા : ઇંગ્લીશ દારૂની હેરાફરી કરતા બે બુટલેગરો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!