ખેડા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજે જિલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે યોજાઇ હતી.આ બેઠક જિલ્લા કલેકટરકે.એલ.બચાણીની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
આ બેઠકમાં નાગરિક પુરવઠા, ખેતી માટે સિંચાઇનું પાણી, પાણી પુરવઠા, રસ્તાના કામો, ગામડામાં અને ખેતી માટે વીજળી, તલાવડી ઉપર દબાણ, એસ.ટી ના પ્રશ્ન, જીએસટીના પ્રશ્ન અને દબાણ જેવા વિભાગોના પ્રશ્નો અંગે ધારાસભ્ય ઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેનો જેતે વિભાગના ઉપસ્થિત અધિકારી ઓ ઉત્તરો આપવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર એ ઉપસ્થિત અધિકારીઓને ધારાસભ્યો દ્વારા રજુ થયેલ બાકી રહેતા પ્રશ્નોનો સત્વરે જવાબ અને ઉકેલ લાવવા જણાવ્યું હતું.
આ બેઠકમાં ખેડા જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, મહુધા મત વિસ્તારના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, કપડવંજના ધારાસભ્ય કાળુભાઇ ડાભી, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, પ્રાંત અધિકારી ઓ, મામલતદાર ઓ, તાલુકા વિકાસ અધિકારી ઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર ઓ સહિત જિલ્લાના અને તાલુકાના ઉચ્ચ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ