જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં જિલ્લાના ખેડૂત સંઘો સાથે ખેડૂતોને લગતા વિવિધ પ્રશ્નો અને મુશ્કેલીઓ અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બેન્કોને લગતા નો ડયુ સર્ટીફીકેટ, બોજો પડાવવા, પાક ધિરાણના પ્રશ્નો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને લગતા માલની ખરીદી, નિયત વજન તેમજ સફાઇ અંગેના પ્રશ્નો, વન વિભાગને લગતા ભૂંડ, નીલ ગાય તેમજ કાંટાળી વાડ અંગેના પ્રશ્નો, મધ્ય ગુજરાત વિજ કંપનીને લગતા એગ્રીકલ્ચર કનેકશનના પ્રશ્નો, નર્મદા સિંચાઇને લગતા નર્મદા કેનાલમાં પાણી તથા રિપેરીંગ અંગેના પ્રશ્નો તેમજ આધાર કાર્ડની કામગીરી અંગેના પ્રશ્નો ખેડૂત સંઘો દ્વારા રજૂ કરાયા હતા. જેનો ઉપસ્થિત જે તે વિભાગના અધિકારીઓ દ્વારા હકારાત્મક ઉત્તરો આપવામાં આવ્યા હતા. કલેકટર બચાણીએ ખેડૂતોના પ્રશ્નો અને મુશ્કેલીઓનો ત્વરીત હકારાત્મક નિકાલ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં અધિક જિલ્લા કલેકટર પટેલ, જિલ્લા વન અધિકારી, પ્રાંત અધિકારી, ખેડૂત સંઘના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા તથા તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ
ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં ખેડૂત સંઘની બેઠક યોજાઇ.
Advertisement