ખેડા જિલ્લામાં ધો.10 અને 12 માં 44,632 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમના માટે 998 પરીક્ષા ખંડ સીસીટીવી સાથે સજ્જ કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. તો પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતી ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિઓ માટે પ્રવેશ પ્રતિબંધ જાહેર કરાયો છે. ખેડા જિલ્લામાં ધો.10 માં 22 કેન્દ્રો પર 55 બિલ્ડીંગ અને 554 બ્લોક ખાતે 29,544 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 17,519 વિધાર્થીનીઓ અને 12,025 વિધાર્થીનીઓ છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 16 કેન્દ્રો 38 બિલ્ડીંગ અને 404 બ્લોકમાં 12,608 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 6 કેન્દ્રો પર 13 બિલ્ડીંગ માં 137 બ્લોકમાં 2480 વિધાર્થીઓ પરીક્ષા આપી છે. આમ કુલ મળીને 44,632 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેઠા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ 10 માં પ્રથમ ભાષા ગુજરાતીનું અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો તથા 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનાં વિધાર્થીઓએ પરીક્ષા આપશે.
કોરોનાના કારણે શરૂઆતના સમયમાં શાળાઓ બંધ, ચાલુ થતા ઓનલાઈન શિક્ષણ જેવી સ્થિતિને કારણે અભ્યાસ પર અસર પડી હતી. પરંતુ ધીરે ધીરે વિદ્યાર્થીઓ કોરોના માહોલમાંથી બહાર આવ્યા છે. પરીક્ષા માટે તંત્ર અને વિધાર્થીઓમાં ઉત્સાહી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણી તથા જિલ્લા શિક્ષણ અધિકારી સહિત શિક્ષકોએ વિદ્યાર્થીને તિલક ચાંદલો અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ
ખેડા જિલ્લામાં ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ.
Advertisement