ધો-૧૦ અને ધો-૧૨ ની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની પરીક્ષા આગમી તા. ૨૮/૩/૨૨ થી તા.૧૨/૪/૨૦૨૨ દરમ્યાન યોજનાર છે. આ પરીક્ષાની પૂર્વ તૈયારીના આયોજનના અનુસંધાને આજે ખેડા જિલ્લાના કેન્દ્ર સંચાલકો સાથે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન થયેલ હતું.
જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ ઉપસ્થિત કેન્દ્ર સંચાલકો સાથે પરીક્ષાને અનુલક્ષીને ચર્ચા કરી હતી. તેઓની તકલીફો જાણી હતી તેમજ યોગ્ય માર્ગદર્શન આપ્યુ હતું. કલેક્ટર કે.એલ.બચાણીએ કેન્દ્ર સંચાલકોને જણાવ્યુ હતું કે, ધો-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીને પરીક્ષામા કોઈ તકલીફના પડે અને પરીક્ષાર્થીઓ સરળતાથી, સહજ વાતાવરણમાં અને શાંતિથી પરીક્ષા આપે તે રીતેની સગવડતા ઊભી કરવા જણાવ્યું હતું. તેઓ એ પરીક્ષા કેન્દ્રની સ્વચ્છતા, પરીક્ષા કેન્દ્રમાં સી.સી.ટી.વી. કેમેરા ચાલુ સ્થિતિમાં, પરીક્ષા કેન્દ્રની આજુ બાજુના વિસ્તારને ઘોઘાટ અને અવાજના પ્રદુષણ મુક્ત રાખવાની વ્યવસ્થા, પરીક્ષાર્થીઓ માટે પંખા અને પાણીની વ્યવસ્થા, પ્રાથમીક આરોગ્ય કીટ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહયોગ આપવા અપીલ કરી હતી. અંગે ઉલ્લેખનીય છે કે, આગામી તા.૨૮ મીથી શરૂ થનાર ધો-૧૦ અને ૧૨ ની પરીક્ષા ખેડા જિલ્લામાં-૧૫૨ કેન્દ્રો ખાતે યોજાશે. આમા જિલ્લાના અંદાજે ૪૫,૦૦૦ પરીક્ષાર્થીઓ ભાગ લેનાર છે. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ તેમજ કેન્દ્ર સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.
નરેશ ગનવાણી : નડિયાદ