રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સર્જાયું છે તેવા સંજોગોમાં અનેક ભારતીયો અને ગુજરાતીઓ યુક્રેનમાં ફસાયેલા છે. આજે યુદ્ધની અફરાતફરીમાં ખેડા જિલ્લાના મહુધા તાલુકાના હેરંજ ગામના યુવાને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી સરકાર પાસે મદદની માંગ કરી છે.
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના હેરંજ ગામના પ્રતિક પટેલ નામના યુવાને યુક્રેનની કિવ બોર્ડર પાસેથી વિડીયો વાયરલ કરી જણાવ્યુ છે કે રશિયન આર્મીએ કિવ કબજે કર્યું જેમાં ૨૦,૦૦૦ થી વધુ ભારતીયો ફસાયા છે. હાલ સો કિલોમીટર બોર્ડર ક્રોસ કરવા કતારો લાગી છે. કિવની બોર્ડર પાસેથી પાંચ વ્યક્તિઓ 30 કિલોમીટર ચાલ્યા છે જેમાં એક ગર્ભવતી મહિલા પણ છે. પ્રતિક પટેલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો કરી ભારત સરકાર પાસેથી મદદ માંગી છે. તેઓ આ વિડીયોના માધ્યમથી જણાવે છે કે ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર હાલના સંજોગોમાં બંધ આવે છે તેમજ રશિયન હુમલાને કારણે અત્યંત સાનુકૂળ પરિસ્થિતિ છે જેમાં એટીએમ બંધ છે અને એક પણ ભારતીય પાસે પૈસા નથી તો અમારી ભારતીય સરકાર મદદ કરે અને અમોને છે ભારત લઈ જવામાં આવે તેવી આ સોશિયલ મીડિયામાં ફરતા વીડિયોમાં નડિયાદના યુવકે સરકાર સમક્ષ માંગણી કરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ