દરિદ્ર નારાયણોના કલ્યાણ માટે સાક્ષર નગરી અને શ્રી સંતરામ મારાજાની પાવન ધરતી ઉપર યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબોની સુખ સમૃદ્ધિના દ્વાર ખુલશે તેમ કેન્દ્રીય રાજય કક્ષાના સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણએ આજે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે યોજાયેલા જિલ્લા કક્ષાના ૧૨ મા ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, પ્રજા દ્વારા ચુંટાયેલા સભ્યો દ્વારા બનતી સરકાર પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે યોજનાઓ ઘડે છે અને પ્રજાને સુશાસનની પ્રતિતિ કાવે છે. સર્વ વ્યાપક, સમાવેશક અને લોકોને ઘર આંગણે જઇને તેઓની તકલીફો દૂર કરવા અને મળતા લાભો આપવા ગરીબ કલ્યાણ મેળો દ્વારા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ ૧.૫ કરોડ ગરીબીને ર૭ હજાર કરોડ જેટલી માતબર રકમના લાભો ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવ્યા છે. ગરીબ કલ્યાણ મેળોનો મૂળ ઉદ્દેશ ગરીબો સ્વાભિમાનથી જીવે અને સ્વાવલંબી અને તે છે. અમારી સરકારે રૂ.૧૨/- તેમજ શે.૩૩૦/-માં ગરીબોને વીમાનું કવચ પુરૂ પાડયું છે.
પ્રધાનમંત્રી ખાયુષ્ય યોજનાના માધ્યમથી ગરીબોની બિમારીમાં પણ રક્ષા કવચ પુરૂ પાડયું છે. અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી ગરીબોને તેઓના ખાતામાં સીધે સીધા તેઓને મળતા લાભોની રકમ જમા કરાવવામાં આવી રહી છે જેથી વચેટીયાઓ નેસ્ત નાબૂદ થયા છે અને લાભાર્થીને પુરેપુરી રકમના લાભો મળતા થયા છે. તેઓએ લોક ભાગીદારી ઉપર ભાર મૂકયો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી મનીષાબેન વકીલએ જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાઓના લાભો એક જ સ્થળે આપવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નાગરિકોની સુખાકારીને વરેલી સરકારે ૧૧ દિવસમાં ૨૦૦ જેટલા જન સુખાકારીના નિર્ણયો લીધા છે. ગરીબોને ઓફિસે ઓફિસે ફરવું ના પડે તે માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું હતો. આ મેળામાં ૫૪ હજારથી વધુ લાભાર્થીઓને વિવિધ યોજનાના ૩.૪૦ કરોડથી વધુ રકમના લાગો હાથો હાથ એનાયત કરવામાં આવ્યા છે. તેઓએ આંગણવાડિના બાળકો, સગી બહેનો, કુપોષિત બાળકોના વિકાસ ઉપર ભાર મૂકી આગામી બજેટમાં તેઓના લાભાર્થે અનેક કામો હાથ પર લેવામાં આવનાર છે તેમ જણાવ્યું હતું.
ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી અજૂિનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવીની સુખાકારી જ સરકારની પ્રાથમીકતા છે. છેવાડાના માનવીનો વિકાસ થશે તો જ ગામ જિલ્લો, રાજ્ય અને દેશનો વિકાસ થશે. ગરીબોને આત્મ નિર્ભળ બનાવી સ્વમાનભેર જીવન જીવે તે માટે સરકાર તેઓની પડખે છે. પ્રમાણિક પ્રયત્નો થકી તેઓના લાભાર્થે અનેક વિધ યોજનાઓનો અમલ કરવામાં આવી રહયો છે. વધુ ને વધુ ગરીબોને લાભ મળે તે માટે બજેટમાં વધુ જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ તરફ લઇ જવાનો સકલ્પ તેઓએ જણાવ્યો હતો.
વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના લોકપ્રિય ધારસભ્ય પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, રોજીંદા જીવનમાં લોકોપયોગી સુવિધાઓ પુરી પાડવાની જવાબદારી સરકારની છે. સમયબધ્ધ રીતે રાજય સરકાર દ્વારા યોજનઓ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. ગરીબોના ઉત્કર્ષ માટે રાજય સરકારે વિકાસના કામોની સાથે સાથે જનકલ્યાણ માટે વિવિધ કલ્યાણકારી અને ગરીબલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે જેનો સીધો લાભ ગરીબ કલ્યાણ મેળા દ્વારા આપવામાં આવી રહ્યો છે.આ મેળા લોકો માટે આશીર્વાદરૂપ અને દરિદ્રનારાયણના ઘરમાં દિવો પ્રગટાવવા સમાન બની રહ્યા છે. તેઓએ આધાર કાર્ડ રેશન કાર્ડ અને આવકનો દાખલો રજૂ કરીને આયુષ્યમાન કાર્ડ વહેલી તકે કઢાવી લેવાની કાળજી રાખવા અપીલ કરી હતી.
ઉપસ્થિત મંત્રીઓ અને પદાધિકારીઓના વરદ હસ્તે લાભાર્થીઓને લાભોની કીટો સ્ટેજ ઉપરથી તેમજ જે તે વિભાગના સ્ટોલ્સ પરથી આપવામાં આવ્યા હતા. ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને લાભોનુ વિતરણ કરવા સાથે પેટા સ્ટેજની પણ મુલાકાત લીધી હતી. મહાનુભાવોએ લીલી ઝંડી ફરકાવીને આરોગ્ય વિભાગને ફાળવેલ આરબીએસકે વાનોનું પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા કલેકટર કે.એલ બચાણીએ કાર્યક્રમની રૂપરેખા રજુ કરી ગરીબ કલ્યાણ મેળામાં સૌનું સ્વાગત કર્યું હતું. પ્રાર્થના તથા સ્વાગત ગીત નડિયાદની વિવિધ સરકારી માધ્યમિક શાળાઓની બાળાઓએ પ્રસ્તુત કરી હતી.
કાર્યક્રમના ભાગરૂપે રાજ્ય અને કેન્દ્ર સરકારની જુદીજુદી કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો અને સફળ ગાથા પણ રજુ કરી હતી. તો રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત મહાનુભાવો તથા લાભાર્થીઓએ નિાખ્યું હતું. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમના સ્થળે ‘કોવિડન વેક્સિનેશન કેમ્પ’ સહિત જુદી જુદી યોજનાઓની જાણકારી પ્રસ્તુત કરાઈ હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા કલેક્ટર કે.એલ બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, ધારસભ્ય કેસરીસિંહ સોલંકી, અગ્રણી વિપુલભાઇ પટેલ, વિદ્યાસભાઇ શાહ, અજયભાઇ ભદદ પોલીસ અધિક્ષક અર્પિતાબેન પટેલ, જિલ્લા વન અધિકારી કરૂધ્ધાસ્વામી, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, નડિયાદ નગર પાલિકા પ્રમુખ રજનબેન વાધેલા, તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઇ મહિડા, એપીએમસીના અપૂર્વભાઇ પટેલ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ/કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ