Proud of Gujarat
INDIAFeaturedGujarat

કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવા ખેડા જિલ્લામાં 244 ખેડૂતોને રૂ.13.80 લાખની સહાય.

Share

ખેડા જિલ્લામાં આજની તારીખ સુધીમાં કુલ ૨૪૪ લાભાર્થીના રૂ.૧૩.૮૦ લાખ જેટલી રકમના પ્રતિકાત્મક સહાય વિતરણ આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણી અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું.

કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. કૃષિક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈ.ટી. ટેકનોલોજીના ઉપયોગ થકી નવી ખેત ઉપયોગી અદ્યતન તકનીકો અપનાવી પોતાની આવકમાં વધારો મેળવતા થયેલ છે. જેમાં ખેડૂતો દ્વારા હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ઉપગ્રહની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ, રોગ-જીવાત નિયંત્રણની તકનીકી, ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવવા તથા ખેતીવાડી ખાતાની યોજનાઓમાં સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવા વગેરે જેવી બાબતો માટે ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે. સ્માર્ટ ફોન વપરાશમાં હાથમાં આસાનીથી રહી શકે, ફોટોગ્રાફસ, ઈમેલ તથા મલ્ટીમીડિયા જેવા મેસેજ ની આપ-લે થઈ શકે તથા ડિજિટલ કેમેરા, મલ્ટી મીડિયા પ્લેયર, જીપીએસ, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર, ઇન્ટરનેટ કનેકટીવિટી વગેરે જેવી સુવિધા સાથેનો સ્માર્ટફોન ખરીદે તથા રાજ્યના ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે હેતુસર વર્ષ: ૨૦૨૧-૨૨ માં રાજયના ખેડૂત દ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટફોન પર સહાય આપવા માટેની યોજના રૂ.૧૫૦૦.૦૦ લાખની જોગવાઇ સાથે મંજૂર કરવામાં આવેલ.

Advertisement

રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર મહત્તમ સહાયનો લાભ આપી શકાય તેવા આશયથી સરકાર દ્વારા સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૧૦% અથવા રૂ.૧૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે મુજબના સહાયના ધોરણની જગ્યાએ સહાયમાં વધારો કરી સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦% અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાયનું ધોરણ મંજૂર કરવામાં આવેલ છે. રાજ્યમાં અનેક ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરી ઘેર બેઠા ખેતીની તમામ માહિતી પોતાના મોબાઈલમાં જ મેળવી શકે તે ઉદેશ સાથે સ્માર્ટ ફોન ખરીદવાની યોજનામાં સહાયના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા “ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં સહાય વિતરણ કાર્યક્રમ તા.૨૩-૦૨-૨૦૨૨ ના રોજ તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર ખાતે યોજાયેલ તથા રાજ્યનાં તમામ જિલ્લાઓમાં કુલ ૭૧ જેટલા સ્થળોએ ક્ષેત્રિય કક્ષાએ પણ કાર્યક્રમ યોજાયેલ. જે અંતર્ગત ખેડા જીલ્લામાં કલેક્ટર કચેરી તથા પેટા વિભાગ-કપડવંજ ખાતેની ખેતીવાડીની કચેરી એમ બે પ્રોગ્રામ આયોજીત કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ તથા જિલ્લા ખેતીવાડી અધિકારી એ. આર. સોનારા અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ, ગ્રામસેવકઓ અને મોટી સંખ્યામાં ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સદર યોજનાનો કૃષિ પ્રભાગના ૧૦૦ દિવસના સંકલ્પમાં સમાવેશ કરવામાં આવેલ છે. સ્માર્ટફોન અંગેની યોજના અંતર્ગત તા.ર૬.૧૧.૨૦૨૧ થી તા.૩૧.૧૨.૨૦૨૨ સુધી ઓનલાઇન અરજી કરવા માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ. જે અંતર્ગત રાજ્યના ખેડૂતો દ્વારા કુલ ૪૦,૦૧૬ અરજીઓ કરવામાં આવેલ છે. જે મુજબ ખેડૂતોને લક્ષ્યાંકની મર્યાદામાં સહાય ચૂકવવાની કાર્યવાહી પ્રગતિમાં છે તેમ ખેતીવાડી અધિકારી સોનારાએ જણાવ્યું છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષ દ્વારા 6 મહિના સુધી શહેરવાસીઓને ઘરવેરો, પાણીવેરો સહીત તમામ વેરામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગ નગરપાલિકાનાં ચીફ ઓફિસરને કરી.

ProudOfGujarat

વાંકલમાં સિંચાઈ યોજના પ્રશ્નો અંતર્ગત ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : જંબુસર ખાતે વહેલી સવારથી DGVCL ની ટીમોનાં દરોડા, પોલીસ બંદોબસ્ત વચ્ચે થયું વીજ કનેકશનોનું ચેકીંગ…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!