ખેડા જિલ્લાના બિલોદરા, બગડુ અને વડદલા ગામમાં આર્યુર્વેદિક સિરપમાં મિથાઇલ આલ્કોહોલ મિશ્રિત હોવાથી પાંચ વ્યકિતનાં મોત નિપજ્યા હતા.આ મામલે આજે ડિવાયએસપી કક્ષાની સીટની રચના કરી છે. આ ઘટનાના પગેલ પોલીસ અને ફૂડ વિભાગ ઘોર નિદ્વામાં જાગ્યા હોઇ તેમ જિલ્લાભરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી અને જિલ્લામાં મહેમદાવાદ, કઠલાલ સહિત જિલ્લામાં સાત સ્થળેથી સિરપનો જથ્થો પકડી પાડયો હતો. જુદા જુદા સ્થળોએ ૧૯૦ બોટલો કબજે લીધી હતી.
ખેડા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીને આજે જિલ્લા પોલીસ વડા દ્વારા આયુર્વેદિક બિયરનો જથ્થો શોધી કાઢવા આદેશ કર્યા હતા. જેના પગલે જિલ્લાના જુદા જુદા પોલીસ મથક વિસ્તારમાં નશાકારક સિરપનો જથ્થો પણ મળી આવ્યો છે. જેમાં વડતાલ પોલીસે ૬૧ બોટલ અને વલેટવાથી ૧૨ બોટલ જપ્ત કરી છે. મહેમદાવાદ પોલીસે જુદા જુદા ૩ સ્થળો પરથી ૬૯ આયુર્વેદિક સિરપની શંકાસ્પદ બોટલો ઝડપી જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે. જ્યારે કઠલાલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની ૪૯ બોટલોનો જથ્થો જપ્ત કર્યો છે. કઠલાલ ખાતેના પાન પાર્લર એન્ડ જનરલ સ્ટોરમાંથી પણ જથ્થો ઝડપાયો છે. પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં તંત્ર દ્વારાવારા આજે ૧૯૦ સિરપની બોટલો જપ્ત કરી છે.
ખેડા જિલ્લામાં સિરપ પીધા બાદ પાંચના મોત બાદ પોલીસે જિલ્લામાં પ્રોહીબિશનની કામગીરી તેજ કરી છે. નડિયાદ, મેમદાવાદ, ડાકોર, ચકલાસી, ઠાસરા, કપડવંજ, કપડવંજ ગ્રામ્ય, મહુધા, નડિયાદ ગ્રામ્ય, નડિયાદ ટાઉન, માતર વડતાલ, વસો, સેવાલિયા, લીંબાસી સહિતના પોલીસ સ્ટેશન મથકોએ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૦થી વધુ પ્રોહીબિશનના ગુનાની ફરિયાદ નોંધાય છે. જેમાં આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખેડામાં પાંચના મોત બાદ પોલીસે જિલ્લાના જુદાજુદા પોલીસ મથકોએ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૦થી વધુ પ્રોહિબિશનના ગુનાની ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસ મોડેમોડે જાગી હોય તેમ સ્પષ્ટ દેખાય છે. શંકાસ્પદ સિરપ મામલે પોલીસની કામગીરી ઉપર શંકાની સોય ચિંધાતા પોલીસે જિલ્લામાં પ્રોહીબિશનની કામગીરી તેજ કરી છે.
નડિયાદ, મેમદાવાદ, ડાકોર, ચકલાસી, ઠાસરા, કપડવંજ, કપડવંજ ગ્રામ્ય, મહુધા, નડિયાદ ગ્રામ્ય, નડિયાદ ટાઉન, માતર વડતાલ, વસો, સેવાલિયા, લીંબાસી સહિતના પોલીસ સ્ટેશન મથકોએ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૦થી વધુ પ્રોહીબિશનના ગુનાની ફરિયાદ નોંધાય છે. જેમાં આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલોદરાની ઘટના બાદ સફાળા જાગેલા પોલીસ તંત્રએ એકાએક કાર્યવાહી કરતા બુટલેગરોમાં સોંપો પડી ગયો છે.