Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેડા : કઠલાલમાં નવોદય વિદ્યાલયનું 14.95 કરોડની ગ્રાન્ટથી શાળાના બિલ્ડીંગ સહિતનું કરાયું ખાતમુહૂર્ત.

Share

કઠલાલમાં અંદાજે રૂ।.૧૪.૯૫ કરોડના ખર્ચે તૈયાર થનાર નવોદય વિદ્યાલયના નૂતન છાત્રાલયનું કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ખાતમૂર્હુત કરાયું કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણે વાલીઓની રજુઆતના પગલે વિદ્યાર્થીઓના હિતમાં સતત પ્રયત્નો કરી શિક્ષણ મંત્રાલયમાંથી અંદાજીત ૧૪ કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર કરાવી.

ખેડા જિલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓ કે જે કઠલાલ સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ માટેની શૈક્ષણિક યોગ્યતા ધરાવતા અંદાજીત ૫૫૦ વિદ્યાર્થીઓ માટે રહેણાંક અને ભોજનની અત્યાધુનિક માળખાગત સુવિધા ઉભી કરાશે. આ માટે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી અંદાજીત ગ.૧૪ કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંયાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણે કઠલાલમાં છાત્રાલયના નવા મકાનનું ખાતમૂર્હુત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે કેન્દ્ર અને રાજય સરકારના શિક્ષણના હિતમાં પ્રજાભિમુખ વહીવટને આવકારતા જણાવ્યું હતું કે, કઠલાલમાં જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ઉભી થનારી આવશ્યક માળખાગત સુવિધા અહીં સૌ વિદ્યાર્થીઓ માટે આર્શિવાદરૂપ બની રહેશે.

Advertisement

ખેડા જિલ્લાના કઠલાલમાં આવેલા નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભોજન સહિત રહેવાની સુવિધા માટેનું મકાન હાલ જર્જરિત છે. વિદ્યાર્થીઓ માટે જરૂરી રહેણાંકની સવલત માટે નવા અત્યાધુનિક મકાનની પણ આવશ્યકતા અને માંગણી પડતર હતી જે અંગે ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે વાલઓની રજૂઆત બાબતે વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ મંત્રાલયમાં સતત પ્રયત્નો કરી કેન્દ્ર સરકારમાંથી અંદાજીત ૧૪ કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી, જેના થકી કઠલાલના નવોદય વિદ્યાલયના છાત્રાલયના રીનોવેશ સહિત સંકુલમાં અદ્યતન સુવિધાસભર નવુ છાત્રાલય જેમાં છાત્રાલયમાં વિદ્યાર્થીઓના રહેવા અને જમવાની પાયાની સુવિધા ઉપરાંત રીડીંગ રૂમ-લાયબ્રેરી, મીટીંગ હોલ જેવી સંલગ્ન સવલોતોનો પણ સમાવેશ કરાશે. આ શાળા સંકુલમાં ૫.૭૧૩.૪૩ લાખના ખર્ચે રીનોવેશનની કામર્ગીરી અને ૧.૭૮૩.૯૧ લાખના ખર્ચે નવા છાત્રાલયનું નિર્માણ થનાર છે. જૂના છાત્રાલયના જર્જરિત મકાનનું રીનોવેશન કામ આ વર્ષે જૂલાઇ-૨૦૨૨ સુધીમાં પુરૂ કરવાનું આયોજન છે જયારે છાત્રાલયના નવા મકાનનું બાંધકામ જૂલાઇ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.

જવાહર નવોદય વિદ્યાલયના ચેરમેન અને જિલ્લા કલેકટર શ્રી કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે, ૧૯૮૬માં શિક્ષણની નેશનલ પોલીસ અન્વયે સમગ્ર ભારતમાં સૌપ્રથમ ત્રણ રેસીડન્સ સ્કૂલોની સ્થાપના કરવામાં આવી. જેને જવાહર નવોદય વિદ્યાલયથી ઓળખવામાં આવે છે. આ ત્રણ પૈકીની એક જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ મૂકામે ફાળવવામાં આવી હતી. ચાલુ વર્ષે ધોરણ-૬ માં પ્રવેશ માટેની ૮૦ જગ્યા પૈકી પ્રવેશ માટે ૮૮૬૭ અરજીઓ આવી છે. તે પૈકીના ૪૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જયારે ૪૦ વિદ્યાર્થીઓ માટેની પ્રવેશની મંજૂરીની કાર્યવાહી ચાલુ છે એ તે મળવાની શકયતાઓ છે. તેઓએ જણાવ્યું હતું કે, આ શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ આઇ.એ.એસ., જી.એ.એસ., જી.ઇ.ઇ. અને એન.ઇ.ઇ.ટી જેવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શાળાની સાથે સાથે રાજયનું નામ પણ રોશન કરી ચૂકયા છે. જયારે હાલના તબકકે અંદાજે સરેરાશ ૧૫ થી ૨૦ બાળકો દર વર્ષે આવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવી રહયા છે. આમ, મર્યાદિત સવલતોમાં પણ “અભાવ મા પણ ભાવ” સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાનું, કુટુંબનું, શાળાનું અને રાજયનું નામ રોશન કરી રહયા છે. તેઓએ વાલીઓની રજૂઆત અને વિદ્યાર્થીઓની સવલત રજૂઆત શાળાના રીનોવેશન અને નવા મકાન માટે ગ્રાન્ટ મેળવી આપવા બદલ સાંસદશ્રી અને કેન્દ્રીય મંત્રીનો આભાર વ્યકત કરી શિક્ષણ ક્ષેત્રે આ શાળાના બાળકો દેશભરમાં નામના મેળવે તેવી આશા વ્યકત કરી હતી.

પ્રિન્સપાલ કામલેએ શાળા પ્રાંગણમાં થનાર નવીન કાર્યોની માહિતી આપી સૌને આવકારતા જણાવ્યું હતું કે, શાળાની પરીક્ષા સીબીએસસી દ્વારા લેવામાં આવે છે અને તેનું ગત વર્ષે પણ ૧૦૦ ટકા પરીણામ આવેલું છે. શાળામાં કર્મનિષ્ઠ શિક્ષકવૃંદ, ૧૨ હજારથી વધુ પુસ્તકો ધરાવતી અદ્યતન પુસ્તકાલય, રમત ગમતના સાધનો અને તેના માટે મેદાન સહિતની અનેક સવલતો છે અને તેને વધુ અદ્યતન કરી અભ્યાસ કરતા બાળકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કનુભાઇ ડાભી, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ, જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી કમલેશભાઇ પટેલ, પ્રાંત અધિકારી ધર્મેશભાઇ મકવાણા, મામલતદાર જીજ્ઞાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી જબુકા કોટડીયા કઠલાલ નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષદભાઇ પટેલ, અગ્રણી બિપીનભાઇ, તુલસીભાઇ, શાળાનો અધ્યાપકગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

તાઉ-તે વાવાઝોડાનાં કારણે ભરૂચના દરિયાકાંઠાના ગામડાઓનાં લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરાયું.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

શમીમ ખાનની હત્યા અંગે રૂ એક લાખની સોપારી અપાઇ હતી રોનીની કબૂલાત …રોનીને આસરો આપનાર કોણ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!