ખેડા તાલુકાના ખુમારવાડનો યુવાન એક લાખની લોન લેવા જતા ૪૨ હજાર ગુમાવ્યા ગઠીયાએ વિવિધ ચાર્જના બહાને રૂપિયા પડાવી લીધા ત્યારબાદ યુવાનને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં આ સમગ્ર મામલે ગઇ કાલે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ખેડા તાલુકાના ખુમારવાડા ગામે બોરિયાપુરા વિસ્તારમાં રહેતા ભુમેશભાઈ શનાભાઈ સોઢાપરમાર ખાનગી કંપનીમા વાયરમેનની નોકરી કરે છે. તા. ૨ નવેમ્બરના રોજ ઇન્સ્ટાગ્રામ ઉપર લોન બાબતે એક વીડીયો જોયો હતો. જે વીડિયોમાં કોન્ટેક્ટ નંબર પર ભુમેશભાઈએ સંપર્ક કરતા સામેવાળી વ્યક્તિએ લોન બાબતે ચર્ચા કરી હતી અને પોતાનો પરિચય ધની ફાઈનાન્સ દિલ્હીથી બોલતા હોવાનો આપ્યો હતો. ત્યારબાદ ભુમેશભાઈ સોઢાપરમારના વોટ્સએપ પર પીડીએફ મોકલી હતી. ત્યારબાદ રૂપિયા એક લાખની લોન લેવાની વાત ભુમેશભાઈએ કરી હતી. જે પછી તેઓએ ડોક્યુમેન્ટ સેન્ડ કર્યા હતા. ગઠિયાએ તમારી લોન મંજૂર થઈ ગઈ છે તેમ કહી તમારી લોનના ફાઈલ ચાર્જ, એગ્રીમેન્ટ ચાર્જ, દિલ્હીથી ગુજરાતમા મોકલવાના ચાર્જ, જી.એસ.ટી ચાર્જ, આર.બી.આઈ. ના વેરીફીકેશનના ચાર્જ મળી કુલ રૂપિયા 42 હજાર લીધા હતા. ત્યારબાદ પણ નાણાં માંગતા ભુમેશભાઈ સોઢાપરમારે કહ્યું કે, મારી લોનના નાણાં આપો અથવા તો ભરેલા રૂપિયા 42 હજાર પરત આપો તેમ કહ્યું હતું. જે પછી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા આ સમગ્ર મામલે ભુમેશભાઈ સોઢાપરમારે અજાણ્યા નંબર ધારક સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ