દિવાળી પર્વને લઇને ફૂડ વિભાગે ખેડા જિલ્લાના વિવિધ તાલુકામાં આવેલી મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં દરોડા પાડયા હતા. તપાસ દરમિયાન શંકાસ્પદ ૪૦ નમૂના લેવામાં આવ્યા હતા તેમજ ખરાબ થઇ ગયેલી ૩૫ કિલો મીઠાઇ અને ૭૦ કિલો માવો મળીને બિન આરોગ્યપ્રદ ૨૨૫ કિલો ખાદ્યપદાર્થનો નાશ કર્યો હતો. આ ઉપરાંત દૂધ સહિત અન્ય સામગ્રી પણ નાશ કરવામાં આવી હતી. નમૂનાઓને સરકારી લેબમાં મોકલી આપવામાં
આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખેડા જિલ્લા ફૂડ અને ડ્રગ્સવિભાગની વિવિધ ટીમો દ્વારા જિલ્લાના તમામ તાલુકા મથક અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી મીઠાઇ અને ફરસાણની દુકાનો પૈકી ૧૧૫ જેટલી દુકામાં દિવાળી પર્વને લઇને દરોડા પાડવામાં
આવ્યા હતા. મીઠાઇની દુકાનોમાં તપાસ દરમિયાન શંકાસ્પદ ૪૦ નમૂના લેવામાં આવ્યા હતા. તળેલા તેલ, સુગરનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. આ તપાસમાં પેઢીમાં બિન આરોગ્યપ્રદ ૨૨૫ કિલો ખાદ્યપદાર્થ અંદાજે રૂ. ૧૪૩૦૦ નો નાશ કર્યો હતો. જેમાં મીઠાઇ ૩૫ કિલો, ૪૦ લીટર તળેલું તેલ,
૪૨ કિલો બેકરી આઇટમો. ૭૦ કિલો માવો અને ૩૮ કિલો ફરસાણનો નાશ કરવામાં આવ્યો હતો. જયારે શંકાસ્પદ લીધેલા નમૂનાઓને સરકારી લેબમાં
મોકલી આપવામાં આવ્યા છે. તેના રિપાર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નરેશ ગનવાણી : નડિયાદ