Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાના નવનિર્મિત ચકલાસી અને વસો બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

Share

ખેડા જિલ્લાના અંદાજિત રૂપિયા ૨૯૬.૬૭ લાખના ખર્ચે નવનિર્મિત ચકલાસી અને વસો બસ સ્ટેશનનું લોકાર્પણ મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા અને માતરના ધારાસભ્ય  કલ્પેશભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ ચકલાસી ગ્રામજનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ નવીન બસ સ્ટેશન ચકલાસીમાં વિકાસની એક શરૂઆત છે. રાજ્ય સરકાર છેવાડાના માનવીની સતત ચિંતા કરતી હોય છે. જેના ભાગરૂપે આજે રૂ. ૧૩૯.૨૬ લાખના ખર્ચે આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચર વાળું સુવિધાયુક્ત બસ સ્ટેશન લોકોની સુવિધા માટે નિર્માણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધારાસભ્યએ ચકલાસીની પ્રગતિની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ચકલાસીમાં આવનારા સમયમાં કૉમ્યૂનિટી હોલ, ગાર્ડન, લાઈબ્રેરી બનવવા સરકાર તરફથી રૂ. ૩૦૦ લાખના ખર્ચે  મંજુર કરવામાં આવ્યા છે જેનું થોડાક સમયમાં કામ ચાલુ થશે તેવી ધારાસભ્યએ પ્રજાને બાહેધરી આપી હતી.  વધુમાં મહિડાએ ઉમેર્યુ કે, ચિંતન ચોકડીથી ચકલાસી ગેટ સુધી સ્ટ્રીટ લાઈટ સાથે ડબલ લાઈન રોડ રૂ. ૩૦ લાખના ખર્ચે નિર્માણ થશે જેના થકી  ચકલાસીમાં શહેરીવિકાસ દેખાય. મહાદેવ ભાગોળ થી આંબેડકર નગર સુધીના સ્ટ્રીટ લાઈટ સાથે ડબલ રોડ  બનાવવામાં આવશે. તેમજ  માતા રાજરાજેશ્વરીના પાસે આવેલા તળાવની આસપાસના  ગાર્ડન ટૂંક સમયમાં તૈયાર થશે. અને  ચકલાસી ગામમાં બે બોર બનાવવામાં આવશે તેથી ગામમાં પાણીના પ્રશ્નોન રહે તેવો ધારાસભ્યએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  સાથોસાથ ધારાસભ્યએ એસ.ટી વિભાગીય નિયામક  મહાજનથી વિનંતી કરી હતી કે, આવતી એકમ થી ચકલાસી થી રણુજા સુધીની બસ સેવા શરૂ કરવામાં આવે જેથી  લોકો એ બસ સેવા નો લાભ લઇ શકે તેવી વિનંતી કરી હતી.

Advertisement

માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારે રૂ. ૧૫૭.૪૧ લાખના ખર્ચે તૈયાર થતા વસો બસ સ્ટેશનનું લોકાર્પણ કરી નગરવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આપ સૌ નાગરિકોની પ્રાથમિક ફરજ એ છે કે સરકાર દ્વારા નવરચિત આ બસ સ્ટેશનની આસ પાસ  અને બસ સ્ટેશનની અંદર ગંદગી ન રહે તે આપ સૌની પ્રાથમિક ફરજ છે.  વધુમાં ધારાસભ્યએ શાળા અને કોલેજના સમયેને ધ્યાનમાં રાખીને બસ વ્યવસ્થા શરૂ થાય જેથી કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસથી વંચિત ન રહે તેવી વિનંતી કરી હતી. આ પ્રસંગે ખેડા જિલ્લાના મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા,માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ  અજયભાઇ બ્રહ્મભટ્ટ તેમજ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ એસ.ટી વિભાગના કર્મચારીઓ તેમજ ચકલાસી અને વસોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : જંબુસર તાલુકાનાં કાવી ગામનાં બસ સ્ટેન્ડ નજીક દુકાનમાં આગ લાગી.

ProudOfGujarat

થામ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત નિપજ્યા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોચી.

ProudOfGujarat

અમૂલે દૂધના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!