Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ રેન્જ આઇજી એ ખેડા જિલ્લાની મુલાકાત લીધી

Share

જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાની આગેવાની હેઠળ જિલ્લાનો તમામ પોલીસ સ્ટાફ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારી કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જિલ્લા વાસીઓને અપીલ કરી હતી. જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસની રચના કરેલી જ છે. પરંતુ પોલીસ સ્ટેશન નહોતું બની શક્યુ જે આગામી દિવસોમાં પોલીસ‌ સ્ટેશન ચાલુ કરાશે તેમ જણાવ્યું છે.

હાલ આ સાયબર ક્રાઇમ વિભાગ જિલ્લા પોલીસ વડાની કચેરીમા એલસીબીની બાજુમાં કાર્યરત છે. ત્યારે નવા રૂપરંગ સાથે આખેઆખું સેક્શન પોલીસ સ્ટેશનના રૂપમાં ચાલુ થશે તો જિલ્લામાં વધી રહેલા સાયબર ક્રાઇમના બનાવો અટકશે. જોકે જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ પબ્લીક વચ્ચે જઈને સાયબર ક્રાઇમ બનાવો અટકે અને ફ્રોડથી બચી શકાય તે બાબતે જાગૃતિના ઝૂંબેશ ચલાવી રહી છે. ત્યારે પોલીસે પણ અપીલ કરી છે કે, લોકોએ જાગૃત થવાની જરૂર છે અને સોશિયલ મીડિયા પર પોતાની અગંત જરૂરી માહીતી સેર ન કરે. અને સર્તક રહે. અમદાવાદ રેન્જ આઇજીએ પ્રેમવીર સિંઘે  ખેડા કેમ્પ ખાતે યોજાયેલ પરેડ નિદર્શન, મોકડ્રીલ, ક્રાઇમ કોન્ફરન્સ અને લોક દરબારમાં હાજરી આપી હતી. આઇજીએ ખેડા એસપી રાજેશ ગઢિયાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સારી કામગીરીને બીરદાવી હતી. સાથે જિલ્લાના તમામ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની કામગીરીને વખાણી હતી. સાથે સાથે પોલીસ વિભાગ સાથે એક સંયુક્ત બેઠક યોજી હતી અને કેટલાક સલાહ સૂચનો પણ આપ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ચકચારી ઘટના : અડાલજમાં મળવા બોલાવેલી સગીરાને મિત્રોએ હોટલમાં પીંખી નાંખી.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનાં વોર્ડ નંબર 11 માં ચૂંટણીનો લોકોએ શા માટે કર્યો બહિષ્કાર ??? જાણો વધુ.

ProudOfGujarat

ભારત બંધનાં એલાનને પગલે ભરૂચ પંથકમાં ઠેર-ઠેર માર્ગો પર ટાયરો સળગાવી વાહન વ્યવહાર રોકવાનો પ્રયાસ કરાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!