Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા યુવાનોની સમસ્યા અંગે વિરોધ પ્રદર્શન કર્યું.

Share

ખેડા જિલ્લા યુવા કોગ્રેસ દ્વારા વખતોવખત યુવાઓની સમસ્યા અગે આંદોલન કરવામાં આવે છે. તાજેતરમાં બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસની પરીક્ષા વારંવાર રદ થતા યુવાનોને અન્યાય થઈ રહ્યો છે ત્યારે આવા અન્યાયનો ભોગ બનેલા યુવાનોની સમસ્યાને વાચા આપી યુવાનોને સમર્થન આપવા ખેડા જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન નડિયાદ સરદાર પટેલની પ્રતિમા સામે કરવામાં આવ્યું હતું તેમજ યુવાનોને થયેલ અન્યાય અંગે સુત્રોચાર પોકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખેડા જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શહેર પ્રમુખ હાર્દિકભાઈ, ગોકુલ શાહ, સુભાષ આચાર્ય તેમજ યુવા કોંગ્રેસના મિત્રો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ટ્રકમાં 62 બકરાને ક્રુરતાપુર્વક લઇ જતો શખ્સ ઝડપાયો

ProudOfGujarat

નેત્રંગ ડેડીયાપાડા રોડ પરથી પસાર થતાં ટેમ્પા ચાલકને માર મારી 15 ભેંસ ભરેલા ટેમ્પા સહિત રૂપિયા 9.59 લાખના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થયેલ લૂંટારુઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડયાં હતા.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા જીલ્લા કોંગ્રેસની માંગ, ગુજરાતનાં મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેક્ટરને આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!