Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : કઠલાલ પાલિકાના ચીફ ઓફિસરની કારમાંથી પર્સની ચોરી કરી ગઠીયો ફરાર

Share

મહિલા ચીફ ઓફિસર કઠલાલના બાલાસિનોર રોડ પર એક મોબાઇલની દુકાન પાસે ચાલી રહેલ સફાઈ કામગીરીનુ નીરક્ષણ કરતા હતા તે સમયે ગઠિયાએ  તેઓની કારમાંથી પર્સ ચોરી કરી લીધું છે. આ બનાવ મામલે ચીફ ઓફીસરે અજાણ્યા શખ્સે સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગાંધીનગર તાલુકાના કુડાસણા ખાતે રહેતા  ઉર્મિલાબેન મનસુખભાઇ સુમેસરા ખેડા જિલ્લાના કઠલાલ શહેરમાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ગઇ કાલે તેઓ પોતાની કાર લઇને  કઠલાલ ચોકડીએ  સફાઈ કામગીરીનુ સુપરવિઝન માટે બાલાસિનોર તરફથી આવતા રોડ પર મોબાઇલની દુકાન પાસે ઉર્મિલાબેન કારની  ડ્રાઇવર સીટની બાજુમા સીટ પર એક પર્સ મૂકી કાર પાર્ક કરીને સફાઈની નિરિક્ષણની કામગીરી જોવા ગયા હતા. કારને લોક કરેલ ન હતી તેઓ થોડી વારમાં પરત આવતા કારમાં જે જગ્યાએ મુક્યો હતો ત્યાં પર્સ ન હતુ જેથી મેં ગાડીમાં તપાસ કરી પણ પર્સ ન મળ્યું પર્સની ચોરી થઈ હોવાની જાણ થતાં સમગ્ર મામલે ચીફ ઓફિસર ઉર્મિલાબેને અજાણ્યા શખ્સ સામે કઠલાલ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ પર્સમાં રોકડ રૂપિયા 3 હજાર તેમજ ચીફ ઓફિસરના આધાર કાર્ડ, તેમજ પતિ સાથેના ફોટોગ્રાફ્સ અને ચીફ ઓફિસરનો સિક્કો, રાઉન્ડ સિલ, સ્માર્ટ વોચ સહિતની વસ્તુઓ હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડોદરાના આજવા ખાતે આતાપીનાં મુદ્દે કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા મ્યુ.કમિશનરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ગુજરાતમાં CNG પંપ સંચાલકોની હડતાળ મોકૂફ

ProudOfGujarat

ભરૂચ યુનાઈટેડ મર્ચન્ટ એસોસિએશન કતોપોર બજારનાં પ્રમુખ ઈમ્તિયાઝ પટેલ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!