Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા પાસે ટેમ્પીએ મોટરસાયકલને ટક્કર મારતાં પિતા-પુત્ર પૈકી પિતાનું મોત નિપજ્યું

Share

નવાગામ-બારેજા રોડ પર માલ વાહક ટેમ્પીએ મોટરસાયકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો જેમાં એકનુ મોત નિપજ્યું આ બનાવ મામલે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ચલીન્દ્રા ગામે રહેતા નરેશભાઈ શીવાલાલ ડામોર ગઇ કાલે મિત્રનું બાઇક લઈને પાછળ નાના દિકરાને બેસાડી કોઈ કામથી નવાગામથી બારેજા ગયા હતા. સાંજે પરત આવતાં  પેટ્રોલપંપ પાસે પુરપાટે આવતી માલ વાહક ટેમ્પી ના ચાલકે  ઉપરોક્ત મોટરસાયકલને ટક્કર મારી હતી જેના કારણે મોટરસાયકલ ચાલક નરેશભાઈ અને તેમના દીકરા ગગન રોડ ઉપર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં નરેશભાઈનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નિપજયું હતું અને તેમના દીકરા ગગનને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે મરણજનારના નાનાભાઈ મોહનભાઈ ડામોરે  ટેમ્પીના ચાલક સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝધડીયા તાલુકાનાં ભાલોદ ગામ પાસે નર્મદા નદીમાં મગર જણાતા ભયનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વરનાં સર્વનમન વિદ્યામંદિર ખાતે તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-૨૦૨૩ યોજાયો

ProudOfGujarat

પીપળીયા ગામની સીમમાંથી ૬ જુગારીયા જુગાર રમતા ઝડપાયા.એલ.સી.બી પોલીસે રૂ.૫૭૦૦૦ કરતા વધુ મત્તા સાથે જુગારીયા ઝડપ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!