Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડાના ઠાસરામાં નીકળેલ શિવજીની શોભાયાત્રામાં અચાનક પથ્થરમારો થતાં અફરાતફરીનો માહોલ

Share

ખેડાના ઠાસરા શહેરના વાડોદ રોડ પર આવેલ નાગેશ્વર મહાદેવજીની આજે શ્રાવણના છેલ્લા દિવસે  શોભાયાત્રા નીકળી હતી. શહેરના બજાર વિસ્તાર એવા જુના બસ સ્ટેન્ડ પાસે આવી પહોંચી હતી. તે દરમિયાન શોભાયાત્રામાં પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી.  ઘટના બાદ ઠાસરા, ડાકોર, સેવાલિયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લાની એલસીબી, એસઓજી પોલીસનો કાફલો  પહોંચ્યો હતો.

સ્થિતિ વધુ તંગ બને તે પહેલા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી દીધી હતી.  જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા અને ડીવાયએસપી વી.આર. બાજપાઈ સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ  સાથે ફાયરબ્રિગેડ પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી હતી. બે જૂથના લોકો આમને સામને આવી જતા પથ્થરમારો થયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ બાબતે કાર્યવાહી હાથધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડીયાના તલોદરા ગામે થયેલ ઝઘડાના સમાધાન માટે ભેગા થયેલા ઇસમો વચ્ચે ઝઘડો.

ProudOfGujarat

પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીતની ટ્રાયબલ બચાવો સમિતિએ મુલાકાત લીધી.

ProudOfGujarat

લીંબડીમાં વ્યાજખોરોએ એક યુવાનને માર મારતા ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!