Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડાપ્રધાનના કોંગ્રેસ વિરોધી નિવેદનથી વિવિધ મુદ્દાઓ પર સરકાર પર આક્ષેપની ઝડી વરસાવતા ખેડાના કોંગી પ્રવકતા.

Share

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકસભા અને રાજયસભામાં પરપ્રાંતીય મજૂરોને ઉત્તેજિત કરવામાં આવ્યા હતા એવું ગેરમાર્ગે દોરનારું નિવેદન આપતા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા નવીન ભાવસાર દ્વારા નિવેદન પાઠવી મોદી સરકાર કોંગ્રેસ પર દોષારોપણ કરે છે સહિતના 10 મુદ્દાઓ પર વિસ્તૃત બાબતો રજૂ કરાઇ છે.

આ નિવેદનમાં કોંગ્રેસ પક્ષના ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યુ છે કે મોદી સરકાર કોંગ્રેસ પક્ષને બદનામ કરી રહી છે. મોદી સરકાર પરપ્રાંતિયો પ્રત્યે લાપરવાહી ભર્યો વ્યવહાર અને શાસનની નિષ્ફળતાઓ પર ઢાંક પિછોડો કરે છે. પરપ્રાંતીય મજૂરો મોટાભાગના રોજેરોજનું કમાઈને ખાનારા વર્ગ છે. મોદી સરકારના શાસનમાં પરપ્રાંતીય મજૂરોને રહેવા ખાવાની સુવિધા માટેના સાધનો વગર રજડતા મૂકી દેવામાં આવ્યા હતા. તેમજ મોદી સરકારે વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં ફસાયેલા 25 લાખ ભારતીયોને પાછા લાવવાની પ્રશંસા કરે છે પરંતુ પરપ્રાંતીય મજૂરો પેટિયું રળી ખાનાર વર્ગ માટે મોદી સરકાર પ્રયત્ન કરવાને બદલે વિપક્ષને દોષિત ઠેરવે છે.

Advertisement

રસ્તાઓ પર રઝળી રહેલા પરપ્રાંતીય મજૂરો પર સરકાર ઉદાસીનતા દાખવે છે. વર્ષ 2020 માં શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં આયોજનના અભાવે 97 જેટલા મજૂરો મૃત્યુ પામ્યા હોય તેવું રેલ્વે પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યુ છે તથા ગુજરાત સરકાર કોરોનામાં મૃત્યુ આંક માત્ર 10,000 દર્શાવે છે. જે આંકડા તદ્દન ખોટા છે. કોરોનામાં મૃત્યુ પામનારને રૂ.4 લાખની સહાય મળવી જોઈએ તેવી પણ કોંગ્રેસ પક્ષની માંગણી છે.

આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોરોનાના કપરા કાળમાં કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં અને સ્થળાંતર કરેલા કામદારોને બસ કે ટ્રેન દ્વારા એક લાખ વ્યક્તિઓને રૂ.5 કરોડની સહાય, રૂ.90 લાખના ખર્ચે 6 લાખ માસ્ક વિતરણ, રૂ.12 કરોડના ખર્ચે રાશનકિટની વહેંચણી, રૂ.20 લાખના ખર્ચે પી.પી.ઇ કીટ પૂરી પાડી છે. પરંતુ મોદી સરકાર દ્વારા હજુપણ કોરોનાના ત્રીજા વેવમાં આરોગ્યની સવલતો પ્રાપ્ત થતી નથી.


Share

Related posts

વાંકલ : માંગરોલ તાલુકાની 53 ગ્રામપંચાયત માટે 121 મતદાન બુથ પર સ્ટાફ રવાના.

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ શું શું છે કાર્યક્રમો..!!

ProudOfGujarat

નવસારીનાં ગણદેવીમાં સતત વરસાદ પડતા મકાન ધરાશાયી થતાં 7 લોકોનો આબાદ બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!