સમગ્ર ભારતનું ગૌરવ અને સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર ચંદ્રયાન ત્રણનું સફળ ઉતરાયણ ચંદ્ર ઉપર થતા સમગ્ર ભારતમાંથી અને વિશ્વમાંથી વૈજ્ઞાનિકો ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે ત્યારે ખેડા જિલ્લાના રધવાણજ ગામ પાસે આવેલ જેમ્સ ઇન્ડિયન સ્કૂલમાં અભ્યાસ કરતા નાના અને મોટા વિદ્યાર્થીઓએ સ્વયમ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા પોસ્ટ કાર્ડ તેમજ આઠ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓએ ઇંગ્લેન્ડ લેટર ઉપર ચિત્ર દોરી કલર પુરી અભિનંદન પાઠવતા પત્રો બનાવી જાતે પોસ્ટ કર્યા હતા.
અત્યારની ઇન્ટરનેટની દુનિયામાં લુપ્ત થતા પોસ્ટકાર્ડ અને આંતરદેશીય પત્રનો ઉપયોગ કરી અભિનંદનના વાક્યો સાથે ચિત્રો દોરી પોસ્ટ કરી અનોખી રીતે અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે તેમના શિક્ષકોએ ચંદ્રયાનની તમામ વિગતો સમજાવી ભારતનો ડંકો વિશ્વમાં કઈ રીતે વાગ્યો તે આખી વાત સમજાવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement