ખેડા જિલ્લાની ઠાસરા નગરપાલકાના વોર્ડ નં.૨ ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. લઘુમતી બહુમત પ્રભાવિત વોર્ડ વિસ્તારની આ ચૂંટણી અત્યંત રસાકસીભરી યોજાઈ હતી. આજે ઠાસરા પ્રાંત કચેરીમાં મત ગણતરી યોજાઇ હતી. ભાજપના ઉમેદવારનો બે મતથી વિજય થયો હતો. આ ચૂંટણીમાં આપ અને કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કોંગ્રેસના ઉમેદવાર મોહંમદ મલેકને ૭૧૮ મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર પ્રગનેશ ગોહીલને ૭૨૦ મત મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવારનો બે મતે વિજય થયો હતો.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ ભાજપ સંગઠનની સહિયારી જીત છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રજાલક્ષી કામ કરવાની પદ્ધતિ અને પક્ષના શીર્ષષ્થ નેતૃત્વ પરના વિશ્વાસ અને સ્થાનિક સંગઠનના હોદ્દેદારો કાર્યકરોની મહેનતને કારણે જનતાએ મુકેલા વિશ્વાસ અને આપેલા મતોથી ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.
નરેશ ગનવાણી : નડિયાદ