Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા કલેકટરની અધ્યક્ષતામાં વસો ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

Share

ખેડા જિલ્લા કલેકટર કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને વસો ખાતે તાલુકા લોક ફરિયાદ નિવારણ – તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકાના  વિવિધ અરજદારો દ્વારા કુલ ૦૮ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.  જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણીએ ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નો સાંભળી સંબધિત અધિકારી દ્વારા આ પ્રશ્નોના અનુસંધાને કરવામાં આવેલી કામગીરીની રજૂઆત સાંભળી હતી અને પ્રશ્નોના ઉચિત નિકાલ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

તાલુકા લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં દબાણ દૂર કરવા, કાંસની સફાઇને લગતા પ્રશ્નો, આંગણવાડી કીટ, જમીન સંપાદનના પ્રશ્નો, પશુ દવાખાના, એમ.જી.વી.સી.એલને લગતા પ્રશ્નો મળી  કુલ-૦૮ પ્રશ્નોની રજૂઆત સાંભળી ઉચિત કાર્યવાહી કરી સમયસર આ ફરિયાદોનો નિકાલ લાવવા કલેક્ટર બચાણી દ્વારા સૂચનો કરવામાં આવ્યાં હતા સાથોસાથ કન્જકટીવાઈટીસ તાલુકામાં ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને કલેકટર દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી. આ સ્વાગત કાર્યક્રમમાં વસો મામલતદાર  જે.પી.ઝાલા, તાલુકાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળી ધમકી, ગત વર્ષે ઘરની બહાર મળી હતી શંકાસ્પદ કાર.

ProudOfGujarat

ભરૂચ રાજપિપળા વચ્ચે વધુ લોકલ એસ.ટી બસ સેવા સઘન બનાવવા માંગ.

ProudOfGujarat

મોંઘવારીનો માર : પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGના ભાવમાં કિલોદીઠ 2 રૂપિયાનો વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!