Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાના કઠલાલ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત

Share

ખેડા જિલ્લાના કઠલાલ પાસે વેજલીયા-સરખેજ રોડ પર અજાણ્યા વાહને બે મોટરસાયકલને અડફેટે લેતાં એક મોટરસાયકલ ચાલકનું મોત નિપજ્યું છે. આ મરણજનાર યુવાન દશામાનુ વ્રત હોય બહેનને સાસરીમાં લેવા જતા અકસ્માત નડ્યો છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જોઈતાજીની મુવાડી ગામે રહેતા  અર્જુન લીલાભાઇ ઠાકોર પોતાની બહેનને દશામાનુ વ્રત હોવાથી તેણીની સાસરીમાં મોટરસાયકલ લઇને અર્જુન સરખેજ બહેનને લેવા માટે ગયો હતો. ખેડા જિલ્લાના કઠલાલના વેજલીયા-સરખેજ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહને તેના ઉપરોક્ત મોટરસાયકલ અન્ય મોટરસાયકલ ને ટક્કર મારી નાસી ગયો  હતો. આથી બંને મોટરસાયકલ ચાલક વાહન સાથે રોડ પર પટકાયા હતા. આ અકસ્માતની ઘટનામાં ઉપરોક્ત અર્જુન લીલાભાઇ ઠાકોરનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જ્યારે અન્ય બાઈક સવારને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ  અકસ્માત બનાવ મામલે મૃતકના મોટાભાઈ કરણભાઈએ કઠલાલ પોલીસમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલે ચાર્જ સંભાળ્યા બાદથી દારૂ, જુગારના અડ્ડાઓ પર પોલીસના સતત દરોડા,અનેક જુગારીઓ અને બુટલેગરો જેલ ભેગા..!!

ProudOfGujarat

ભરૂચ : ઔધોગિક કામદાર કર્મચારીઓને લોકડાઉનનાં સમયમાં ફરજ પર ન આવી શકે તો પણ કપાત કર્યા વગર પગાર ચૂકવવા બાબતે કોંગ્રેસ દ્વારા કરાઇ રજુઆત,જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!