Proud of Gujarat
FeaturedGujaratINDIA

દ્વારકા મંદિર બાદ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ મુકાયો

Share

રાજ્યમાં ગઈકાલે પ્રસિદ્ધ યાત્રાધામ એવા દ્વારકા જગત મંદિરે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો ત્યારે હવે દ્વારકા બાદ ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના રણછોડરાયજી મંદિર દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મંદિરે આવતા તમામ દર્શનાર્થીઓને ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.

દ્વારકા બાદ હવે ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવા પર રોક લગાવી છે. આ પહેલા ગઈકાલે દ્વારકાના દેવસ્થાન સમિતિ દ્વારા મંદિરની પરિસરમાં ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો તેમજ સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવા અપીલ કરી હતી ત્યારે હવે દ્વારકા બાદ ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં સ્ત્રી પુરષ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરી શકશે નહીં. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઈ છે જેમાં લખવામાં આવ્યુ છે કે ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

લખનઉના હઝરતગંજની એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં બે નાં મોત નિપજ્યા.

ProudOfGujarat

માંગરોળ અને ઉમરપાડામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૮૦ થી ૮૫ ટકા મતદાન નોંધાયું.

ProudOfGujarat

ભાજપાનાં રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્માના નિવેદનને વખોડી કાઢતો ભરૂચ મુસ્લિમ સમાજ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!