જૈન ધર્મ અનાદિ કાળથી ચાલ્યો આવે છે અને જૈન ધર્મમાં અહિંસા પરમો ધર્મ એવું માનવામાં આવે છે તેમ છતાં તાજેતરમાં બંગાળના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુવા મોઈત્રાજી દ્વારા લોકસભામાં જૈન સમાજ પ્રત્યે આપવામાં આવેલ નિવેદનના મામલે આજે નડિયાદ ખેડા જિલ્લાના જૈન સમાજના અગ્રણીઓ દ્વારા કલેકટર સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જૈન સમાજ પ્રત્યે આપવામાં આવેલ નિવેદન એ જૈન સમાજની લાગણીને ઠેસ પહોંચાડે છે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ દ્વારા જૈન સમાજની સંસ્કૃતિ ખાણીપીણી રહેણી કરણી આ બાબતની કોઈ જાણકારી ન હોય અને આવી નિવેદનબાજી કરી સમગ્ર જૈન સમાજ અત્યંત રોષની લાગણીમાં ભરાઈ ગયો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ વિદેશમાં અભ્યાસ કરેલો હોય આથી તેઓને ભારતીય સંસ્કૃતિ કે જૈન સંસ્કૃતિ વિશેની કોઈ પણ પ્રકારની માહિતી ના હોય આથી સંસદ ગૃહમાં કોઈ પણ ધર્મ જાતિ પર ટીકા-ટિપ્પણી કરવી એ નિમ્નકક્ષાની માનસિકતાનો પરિચય કરાવે છે જૈન ધર્મ અત્યંત પવિત્ર ધર્મ છે જે આદિ-અનાદિ કાળથી ચાલ્યો આવે છે અહિંસા પરમો ધર્મ એવું માનવામાં આવે છે ત્યારે પાંચ ગૃહમાં આવી વાહિયાત વાત કરીને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સમગ્ર જૈન સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે ત્યારે તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી તેમજ ટીકા ટિપ્પણી કરનાર સાંસદ દ્વારા આવી નિંદાત્મક વક્તવ્ય આપવા બદલ માફી માંગવામાં આવે તેવી ખેડાના જૈન સમાજે કલેકટર સમક્ષ આપેલા આવેદનપત્રમાં માંગણી કરી છે.
જૈન સમાજ પર ટિપ્પણી કરતા સાંસદ માફી માંગે સહિતના મુદ્દાઓ પર ખેડા જૈન સમાજે પાઠવ્યું કલેકટરને આવેદન.
Advertisement