Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડામાં પાર્લરની આડમાં ચાલતો દારૂનો ધંધો ગાંધીનગર વિજલન્સ ટીમે દરોડો પાડી પર્દાફાશ કર્યો

Share

ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ સેલને  બાતમી મળતા ગઇ કાલે રાત્રે ખેડા જિલ્લાના  ભુમેલ ગામની સીમમાં આવેલ ઉત્તરસંડા રોડ પર એક પાર્લરની આડમાં દારૂનું વેચાણ ચાલી રહ્યું હોવાની માહિતીના આધારે અહીંયા દરોડો પાડયો હતો. જ્યાં પાર્લરમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. તેમજ પાર્લરનો સંચાલક દિનેશ ઘનશ્યામભાઈ ઉર્ફે મનુભાઈ પરમાર (રહે.ભુમેલ ફાટક પાસે, નડિયાદ) અને મદદગારી કરનાર જયેન્દ્ર ગણપતભાઈ રાજ (રહે.નીશાળ ફળિયું, ભુમેલ) અને જતીન પુનમભાઈ તળપદા (રહે.નીચલો વાસ, ભુમેલ)ને ઝડપી લીધા હતા.

પોલીસે  પાર્લર પાસે પાર્ક કરેલ એક એક્ટિવા અને એક મોટરસાયકલ પણ કબ્જે કર્યુ હતું. જે પૈકી એક્ટિવાની ડેકીમાંથી પણ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસની પુછપરછમાં દિનેશ પરમારના ઘરે વધુ પ્રમાણમાં દારૂ છૂપાયો હોવાની જાણ થતાં ત્રણેય આરોપીઓની સાથે દિનેશના ઘરે તપાસ કરતાં ત્યાંથી પણ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આમ પોલીસે આ બનાવમાં કુલ વિદેશી દારૂની બોટલો નંગ ૭૯ કિંમત રૂપિયા ૯ હજાર ૪૦૦ તેમજ રોકડ રૂપિયા સહિત બે વાહનો અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧ લાખ ૨૯ હજાર ૯૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દિનેશ પરમારની પુછપરછ કરતાં આ વેપલો છેલ્લા દોઢ વર્ષથી કરી રહ્યો હતો પકડાયેલા અન્ય બે આરોપીઓ તેના મિત્રો છે જે‌ સમયાંતરે આ પાર્લર પર આવતાં અને દારૂના ધંધામાં મદદ કરતા હતા. જ્યારે  દારૂના ધંધામાં તેના પિતા ઘનશ્યામ ઉર્ફે મનુભાઈ સનાભાઈ પરમાર અને માતા જયાબેન ઘનશ્યામ ઉર્ફે મનુભાઈ પરમાર સપોર્ટ કરતા હતા. દારૂને પહોંચાડવાનું કામ  બંને લોકો કરતાં હતાં  પકડાયેલ દારૂ કોના પાસેથી લાવ્યા તેમાં પીજના બુટલેગર અલ્પેશ ભોઈનું નામ ખુલ્યું છે.  પોલીસે આ બનાવમાં કુલ ૬ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર:ખુલ્લી કાંસોમાં કોઈ બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા લાલ કલરનું કેમિકલયુક્ત પાણી છોડાતા ચકચાર…

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં આદિવાસીઓ અને ધારાસભ્યોએ જિલ્લા કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

જંબુસરની ખાનગી હોસ્પિટલમાં આગ ભભુકી ઉઠતા દોડધામ, દર્દીઓને સલામત સ્થળે ખસેડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!