ખેડા ટાઉન પોલીસે ભુદરપુરા ગમારા ફાર્મમાં દરોડો પાડી જુગાર રમતા ૯ લોકોને ઝડપી પાડયા છે. જ્યારે કેટલાય લોકો ફરાર થયા છે. પોલીસે રોકડ રૂપિયા તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 6.28 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, મહીજ તાબેના ભુદરપુરા ગમારા ફાર્મમાં કેટલાક વ્યક્તિઓ જુગાર રમી રહ્યા છે. ગઇ કાલે રાત્રે પોલીસે ફાર્મમા દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગારધામ પર નાસભાગ મચી ગઈ હતી. જેમાંથી કેટલાક વ્યક્તિઓ ભાગી જવામાં સફળ થયા હતા. જ્યારે ૯ વ્યક્તિઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. ઝડપાયેલા વ્યક્તિઓ (૧) ભગાભાઈ હીરાભાઈ ભરવાડ રહે.નાયકા, તા.ખેડા(૨) ભરતભાઈ સંગ્રામભાઇ ભરવાડ રહે.વટવા, અમદાવાદ ( ૩).સચિનકુમાર નરસીગભાઈ સચાન રહે.અમદાવાદ (૪) રાજુભાઈ મશરૂમભાઇ લામ્બરીયા રહે.વટવા, અમદાવાદ (૫) રવિન્દ્રકુમાર પ્રવીણભાઈ પટેલ રહે.વટવા, અમદાવાદ (૬) અનિલભાઈ ઇશ્વરભાઇ બેટવાલ રહે.વટવા, અમદાવાદ ( ૭) કિરણભાઈ મનુભાઈ સોઢા પરમાર રહે.મહીજ, ખેડા (૮ )ચંદન રામવિજય બલ્લી રાજપુત (રહે.વટવા, અમદાવાદ ( ૯ )લક્ષ્મણભાઈ માધુભાઈ ઠાકોર રહે.વટવા, અમદાવાદ પોલીસે તમામ લોકો પાસેથી રોકડ રૂપિયા તેમજ મોબાઈલ ફોન અને ૪ વાહનો મળી કુલ રૂપિયા ૬ લાખ ૨૮ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુમાં સ્થળ પરથી એક મોબાઈલ ફોન મળી આવતાં મોબાઈલ ફોન મહેન્દ્રભાઈ પટેલ (રહે.નાદેજ, દસક્રોઇ)નો હોવાનું જાણવા મળતા પોલીસે હાલ ૧૦ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.