Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લામાં વાવાઝોડામાં ૮ તાલુકાની ૧૭ જેટલી પ્રાથમિક શાળાઓની છતનાં નુકશાનનો સર્વે હાથ ધરાયું

Share

બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ખેડા જિલ્લામાં ૦૮ તાલુકાની ૧૭ જેટલી પ્રાથમિક શાળામાં છતને નુકશાન થયું હતું. પરંતુ જિલ્લા વહીવટી તંત્ર અને  જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ અગમચેતીના પગલાં રૂપે શાળાઓમાં રજા જાહેર કરેલ હોવાથી કોઈ જાનહાનિ થવા પામી નથી.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ પટેલે જણાવ્યું હતું કે નુકસાન પામેલ તમામ શાળાઓનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી હકીકતલક્ષી અહેવાલ તથા અંદાજિત ખર્ચ અંગે પ્રાથમિક શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે બિપરજોય વાવાઝોડાની ખેડા જિલ્લામાં સંભવિત અસરને ધ્યાને લેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા તા. ૧૬ અને ૧૭ જૂનના રોજ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.  તા. ૧૯ જુન ૨૦૨૩ને સોમવારથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણમાં કાર્ય શરૂ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચના નંદેલાવ નજીક મઢુલી સર્કલ પાસે આઇસર ટેમ્પોમાં આગ લાગતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહિ ..!!

ProudOfGujarat

જગતના નાથ નિકળ્યા નગરચર્યાએ, વિરમગામમાં નિકળી ભગવાન જગન્નાથની 37મી ભવ્ય રથયાત્રા…

ProudOfGujarat

રાજપીપળામાં ગુજરાત રેંજર્સ ફોરેસ્ટ કોલેજ દ્વારા દાનની દીવાલની શરૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!