Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લા કલેકટર દ્વારા નાગરિકોને બિપરજોય વાવાઝોડા અંગે તકેદારી રાખવા અંગે અપીલ કરાઈ

Share

ખેડા જિલ્લા ઈ. ચા. કલેકટર શિવાની ગોયલ દ્વારા મીડિયા થકી નાગરિકોને બિપરજોય વાવાઝોડા અંગે તકેદારી રાખવા અંગે જણાવવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું કે બિપરજોય વાવાઝોડા અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી ગઈ છે. જે સંદર્ભે ગઈ કાલે જિલ્લા કક્ષાએ રીવ્યુ મીટીંગ રાખવામાં આવી હતી જેમાં સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવી હતી.

આજે રાજ્ય સરકાર તરફથી પ્રભારી સચિવ સી. એલ. મીણા દ્વારા આજે રીવ્યુ મીટીંગ યોજવામાં આવી હતી જેમાં અપાયેલ સૂચના મૂજબ હાલ કામગીરી ચાલુ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડામાં ખેડા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પવનની આગાહી છે જે અંગે ગઈકાલથી હોર્ડિંગ્સ અને ફ્લેક્ષ બેનર હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. પવનના લીધે કોઈપણ ઝાડ પડવાની સ્થિતિમાં માર્ગ અને મકાન અને ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટને જરૂરી સૂચના આપવામાં આવી છે અને એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે પણ કામગીરી ચાલુ છે. ઉપરાંત જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ હાલ ૨૪/૭ કાર્યરત છે અને દરેક અધિકારીને હેડક્વાર્ટસમાં હેવા સૂચના આપવામાં આવી છે. વધુમાં દરેક તાલુકામાં જિલ્લાના વર્ગ-૧ના અધિકારીઓની નોડલ તરીકે નિમણુંક કરવામાં આવી છે. કલેક્ટરએ મીડિયા થકી લોકોને ગભરાયા વગર અફવાઓથી દુર રહેવા અપીલ કરી છે. તેમજ ઓફિસિયલ ચેનલ્સ દ્વારા તથા અધિકૃત સમાચાર પત્ર કે રેડિયોમાં આવતા સમાચારોને અનુસરવા. દિવાલ વૃક્ષો અને થાંભલાથી દૂર રહીએ, પવન સમયે, વરસાદ સમયે ઘરમાં જ રહીએ, જરૂરી ચીજ વસ્તુનો સંગ્રહ કરીને ભેગા રહીએ અને સાવચેતી રાખી ધ્યાન રાખવા અપીલ કરી.

Advertisement

આપત્તિજનક સ્થતિમાં કોઈ પણ પ્રકારની માહિતી માટે તાલુકા અથવા જિલ્લા કંટ્રોલ રૂમ પર કોલ કરવો. ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમ નમ્બર ૦૨૬૮૨૫૫૩૩૫૬/ ૫૭ કાર્યરત કરવામાં આવ્યો છે.


Share

Related posts

રાજપીપળા : જંગલ સફારીમાં ફરજ પર રહેલા સિકયુરીટી જવાનને જાહેરમાં માર મારવા બદલ પોલીસ અધિક્ષકે તમામ 5 પોલીસ કર્મીને ફરજ મોકુફ કર્યા.

ProudOfGujarat

પંચમહાલ : ગોધરામા પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ બાંધશે ઘોડેસવારીની તાલીમ, જાણો.

ProudOfGujarat

કોરોના ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે ત્યાં ડેન્ગ્યુ પોતાની અસર બતાવી રહ્યો છે…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!