Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ જિલ્લાના વસો પંથકમાં યુવાને ઝાડ પર ગળાફાંસો ખાઇ લેતા ચકચાર

Share

ખેડા જિલ્લાના મિત્રાલના યુવાને પીજ ગામની સીમમાં ખેતરમાં આંબા ઝાડ પર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. વસો પોલીસમાં અપમૃત્યુનો ગુનો નોંધાયો છે.

નડિયાદ પાસે વસો તાલુકાના મિત્રાલ ગામે ટેકરા ફળિયામાં રહેતા  ૩૫ વર્ષિય ભરત મેલાભાઈ છોટાભાઈ જાદવ રવિવારે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો છે.  નજીક આવેલ પીજ ગામની સીમમાં આવેલ ખેતરમાં આંબાના ઝાડ સાથે ગળાફાંસો ખાધો હતો. ભારતનો મૃતદેહ મળી આવતા  લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ધસી આવ્યા હતા. યુવાને કયા કારણસર ગળે ફાંસો ખાધો તે જાણવા મળેલ નથી આ બનાવની જાણ વસોના પોસઈ રબારીને થતાં તેઓ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવ સંદર્ભે મરણજનારના પિતા મેલાભાઈ છોટાભાઈ જાદવની ફરિયાદના આધારે વસો પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

Advertisement

Share

Related posts

સુરતમાંથી ચાર કરોડની બનાવટી નોટ સાથે ઠગ ટોળકીના છ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લા નાં ઝઘડિયાનાં કરાડ ગામે થી અજાણ્યા યુવાન ની લાશ મળી આવી હતી

ProudOfGujarat

સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામે બે જૂથ વચ્ચે અથડામણમાં 2 નાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!