કેન્દ્રમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ૨કા૨ને ૯ વર્ષ પુરા થયા છે ત્યારે સુસાશનના ૯ વર્ષની ઉજવણી તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં ૩૦ મે થી ૩૦ જુન સુધી વિશેષ જન સંપર્ક અભિયાન હાથ ધરાશે. જેને અનુલક્ષી ખેડા જીલ્લામા પણ જીલ્લા ભાજપ દ્વારા અનેક વિધ કાર્યકમો હાથ ધરાવાના છે. તેની વિગતો આપવા ખેડા જીલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં આજે વિશેષ પત્રકાર પરિષદ યોજાઈ હતી.
આ પત્રકાર પરિષદમાં ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહમભટ્ટ, મહામંત્રીઓ, અપુર્વભાઈ પટેલ, અમીતભાઈ ડાભી તથમ રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિસષદને સંબોધતા ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહમભટ્ટે જણાવ્યુ હતુ કે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના ૯ વર્ષ સુસાશનના રહયા છે.વંચિતોના વિકાસના ૯ વર્ષ ૨હયા છે અને સમાજીક સમરસતાના ૯ વર્ષ રહયા છે. ત્યારે ખેડા જીલ્લા ભાજપ દ્વારા પક્ષના રાષ્ટ્રીય કાર્યક્રમો સાથે જીલ્લામાં પણ ૩૦ મે થી ૩૦ જુન દરમિયાન મંડલ અને શકિત કેન્દ્રો સુધી વિશેષ જન સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. જેમા લાભાર્થી સંમેલન, વેપારી સંમેલન, બૌધ્ધિક સંમેલનો ઉ૫૨ાંત તારીઅ ૧૪ જુને વિશાળ જન સભા યોજાશે. તા.૨૩ મી જુને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બુથ લેવલ સુધી કાર્યકરોને વર્ચ્યુલ સંબોધન કરાશે. ૨૫ મી જુને વડા પ્રધાનના મન કી બાત કાર્યક્રમનું પણ બુથ સુધી વિશેષ આયોજન હાથ ધરાશે. આ કાર્યક્રમો દરમિયાન કેન્દ્ર અને રાજય સરકાર ઘ્વારા થયેલા વિકાસ કાર્યો, ખેડા લોકસભા વિસ્તારમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને જીલ્લામાં સ્થાનિક ધારાસભ્યો દ્વારા સરકારના માધ્યમથી હાથ ધરાયેલી વિવિધ યોજનાઓ તથા વિકાસલક્ષી કાર્યોની વિગતો પણ જન -જન સુધી પહોચાડવામાં આવશે.
નરેશ ગનવાણી : નડિયાદ