ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી હતી. આ આગમાં નડિયાદ, ખેડા, બારેજા, અમદાવાદ, અસલાલી સહિત ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતા જ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.
ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાં ફોર્મોસા સિન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરી આવેલી છે. જેમાં સોમવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે, આગનો ધુમાડો પાંચ કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો.
આગની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરતાં નડિયાદ, ખેડા, બારેજા, અસલાલી, ધોળકા અને અમદાવાદના ફાયર ફાઇટરની ટીમ બનાવ સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. હાલ આગ લાગવાનું પ્રાથમિક અનુમાન શોર્ટસર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્લાસ્ટીકના રોલ બનાવતી ફેકટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડના ત્રણ વૉટર બ્રાઉઝર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગનું વિકરાળ સ્વરૂપ જોતા જ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. નડિયાદ, ખેડા, અસલાલી, અમદાવાદ, ધોળકા, બારેજા ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કર્યો હતો. ફેકટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટીકના રોલ અને રો મટીરીયલ હોવાના કારણે ભીષણ આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી.