Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાના માતર તાલુકામાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં પાકને નુક્સાન

Share

માતરના પરા વિસ્તારમાંથી પસાર થતી કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી જતાં ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા જેના કારણે આર્થિક નુકસાન થયું છે. અંદાજીત ૬ જેવા વિઘામા પાણી ઘૂસતા સિંચાઇ વિભાગના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવી સ્થળ તપાસ કરી છે.

ખેડા જિલ્લાના માતર તાલુકાના સિંજીવડા ગામની સીમમાં પરા વિસ્તારમા કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. હાલ સિંચાઇ માટે પાણી આપવામાં આવતું નથી. પરંતુ સૌરાષ્ટ્ર માટે પીવાનુ પાણી સમયઆતંરે આ કેનાલ મારફતે પહોચાડાય છે. જે પીવાના પાણી માટે છોડવામાં આવતાં કેનાલના પાણી અહીંયા આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે. તેવુ સ્થાનિકો જણાવી રહ્યા છે. ખેડૂતોએ તૈયાર કરેલ પાક તેમજ સૂકા પુળા પલળી ગયા છે. અને જમીન ભેજયુક્ત થઈ ગઈ છે જેથી નવા પાક લેવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.

બેદરકારીના કારણે અમારા પાકને મોટું નુકસાન થયુ છે. આશરે પાંચ થી છ જેટલા વીઘામાં પાણી ફરી વળ્યું છે. અહીંયા કોઈ વોચમેન કે કોઈ તપાસ કરતું નથી તેવા આક્ષેપો કર્યા છે. પાણી પુરવઠાના પાઇપલાઇન નાખતી વખતે ગાબડું પડી ગયેલ હતું અને તેમાંથી આ પાણી આવ્યું હોવાનું ભુપતભાઈએ જણાવ્યું છે. જ્યારે સ્થળ પર પહોચેલા તારાપુર પેટા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર બી.એસ.દરજીએ જણાવ્યું હતું કે, મહેરી શાખામાં કનેવાલ તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું. સ્થળ તપાસ કરતા જણાવ્યું કે ૨૧ હજારની ફૂટની સાંકળ પાસે રાજપુરા વિસ્તારમાં નહેરમાં ક્રોસ કરીને પાઇપલાઇન નાંખી હતી. અનઅધિકૃતરીતે નાંખેલી  પાઈપલાઈનના કારણે પાણી કેનાલમાંથી ખેતરો તરફ ઘૂસ્યા હતા. અત્રેની કચેરી દ્વારા કોઈ બેદરકારી નથી તેમ જણાવ્યું છે

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

માંગરોળ : નાની નરોલી GIPCL કંપનીના બોઇલરમાં યુવકને કરંટ લાગતા મોત.

ProudOfGujarat

ભરૂચ : કોરોના વાઇરસ સામેની લડતને મજબૂતી મળે તે માટે ઝઘડિયા સ્થિત લેંક્સેસ કંપનીએ કોમર્શિયલ સોશિયલ રિસ્પોન્સીબિલિટી અંતર્ગત પીએમ કેયર્સમાં 2 કરોડનું દાન કર્યું છે.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારનાં દિલ્હી ખાતેથી આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસનાં લક્ષણો દેખાતા ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!