Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની નરસિંહ ટેકરી પ્રાથમિક શાળા, ડાકોરના શિક્ષક સુજયકુમાર પટેલને ગિજુભાઈ રાષ્ટ્રીય શિક્ષક સન્માનથી સન્માનિત કરાયા

Share

સ્કૂલ એકેડમી કેરલા તથા ટીમ મંથન ગુજરાત દ્વારા આયોજિત શિક્ષકોના શિક્ષણ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરીના સન્માનાર્થે ડીસા તાલુકાની ગોગાઢાણી પ્રાથમિક શાળા, ડીસામાં ગિજુભાઈ રાષ્ટ્રીય શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરાયું હતું.

તા. ૨૭ એપ્રિલ ગુરૂવારના રોજ ટીમ મંથનના નેશનલ મોટિવેટર તથા ગોગાઢાણી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન મગનલાલ માળી સાહેબ (બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ), એન. સી. ટાંક (જિલ્લા ડેલીગેટ), ફુલચંદભાઈ. ડી. કચ્છવા (પ્રમુખ કોલ્ડસ્ટોરેજ એસોસિયેશન), ચંદુભાઈ મોદી (એ. ટી. ડી. રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા) દિનેશભાઈ શ્રીમાળી (રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા) કલ્યાણસિંહ પુવાર (સામાજિક કાર્યક૨) ગોગાઢાણી સરપંચ, ગોગાઢાણી એસ. એમ. સી. અધ્યક્ષ કાંતિલાલજી તથા સમસ્ત ગોગાઢાણી ગ્રામજનો દ્વારા સન્માનપત્ર, મોમેન્ટો, તથા મેડલ આપી સમગ્ર ભારત દેશના ૧૨ રાજ્યોના ૧૨૦ ઇનોવેટિવ શિક્ષકોનું તેમને કરેલ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગિજુભાઈ રાષ્ટ્રીય શિક્ષક સન્માન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની નરસિંહ ટેકરી પ્રાથમિક શાળા, ડાકોરના શિક્ષક સુજયકુમાર આર. પટેલની પણ પસંદગી શાળામાં તેમને કરેલ અવનવી વિવિધ પ્રવૃત્તિઓ, ઇનોવેશન, એમને સહયોગથી બનાવેલ શિક્ષણ સાગર એપ્લિકશન તેમજ શિક્ષકો અને શાળાને ઉપયોગી એવી બનાવેલી ફાઇલોની કામગીરી બદલ સ્કૂલ એકેડમી કેરલા તથા ટીમ મંથન, ગુજરાત દ્વારા મગનલાલ માળી સાહેબના હસ્તે તેમને ગિજુભાઈ રાષ્ટ્રીય શિક્ષક સન્માનપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ આ સન્માન મેળવી તેમને ખેડા જિલ્લા અને ઠાસરા તાલુકા તથા નરસિંહ ટેકરી પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે.

Advertisement

Share

Related posts

સોમનાથનો સુવર્ણયુગઃ આજે PM મોદી કરશે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ

ProudOfGujarat

વડોદરા : ગાજરાવાડી વિસ્તારમાં મકાનમાંથી વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડતી પાણીગેટ પોલીસ.

ProudOfGujarat

વડોદરા : બ્રાન્ડેડ મોબાઇલ, સ્માર્ટ વોચ ગ્રે માર્કેમાંથી બિલ વગર જ ખરીદવાનું કૌભાંડ, કરોડોની GST ચોરીનો પર્દાફાશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!