Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા યોજવા અંતગર્ત મીટીંગ યોજાઈ

Share

જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલની અધ્યક્ષતામાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા યોજવા અંતગર્ત મીટીંગ યોજાઈ તા.૨૯ એપ્રિલ ૨૦૨૩ ના દિવસે લેવાનાર ”જવાહર નવોદય પરીક્ષા (JNV)” ની પરીક્ષા ખેડા જિલ્લામાં આવેલ કેન્દ્રો ખાતે લેવાનાર છે. ખેડા જિલ્લામાં કુલ ૩૧ સેન્ટર ખાતે ૩૦૯ બ્લોકમાં ૭૨૬૨ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા આપશે.

આ બેઠકમાં જે.એન.વી પરીક્ષાનું સફળ સંચાલન બાબતે સી.એલ.ઓ, બી.એલ.ઓ, કેન્દ્ર સંચાલકોને પરીક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. અધિક નિવાસી કલેકટર  બી. એસ. પટેલ એ જણાવ્યું કે પરીક્ષામાં કોઈપણ અગવડતા ન રહે તે માટે ખાસ ધ્યાન દોરવું. ઉપરાંત,  બી.એસ. પટેલે જેએનવી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ બેઠકમાં પ્રાચાર્ય અનીલ કામલે, તેમજ પરીક્ષા માટે નિમણુંક કરવામાં આવેલા સી.એલ.ઓ, બી.એલ.ઓ, કેન્દ્ર સંચાલક ઉપસ્થિત રહ્યા હતા.   

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયતની પાછળ આવેલ રતન તળાવ મસ્જિદ પાસે કચરાના ઉકરડા : તંત્રના સ્વચ્છ અભિયાનના દ્રશ્યો આવ્યા સામે…!

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકો માટે કોરોના વેક્સીનના શરૂ થયાના ધાંધિયા..!

ProudOfGujarat

ઉમરપાડાના ઉમરગોટ ગામે ડ્રાઈવરને ઝોકુ આવતા દૂધ ભરેલું ટેન્કર પલ્ટી મારી જતાં ટેન્કરના ક્લીનરનુ ઘટના સ્થળે મોત નીપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!