Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લામાં વિવિધ જગ્યાએ ફૂડ સેફટી ઓફીસરની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરાઈ.

Share

ફુડ સેફટી ઓફિસરની ટીમ, નડિયાદ ટાઉન પોલીસ અધિકારી તથા તેઓના પોલીસ સ્ટાફ દ્વારા તા.૧૦ એપ્રિલ ૨૦૨૩ ના રોજ નડિયાદ ખાતે બે પેઢીઓની તપાસ કરતા પેઢીમાં રહેલ અલગ અલગ સ્થળએ હળદર પાવડર લુઝ, પ્રીમીક્ષ ટરમેરીક મસાલા લુઝ, ઓલીઓરેસીન લુઝ, સ્ટાર્ચ પાવડ૨, બ્રોકન રાઈસ (ચોખા કણકી), પેપર હસ્કનો જથ્થો તથા તે પ્રોસેસ માટેની મશીનરી ગોડાઉનમાં પડેલ જોવા મળેલ હતી. આ જથ્થામાં ભેળસેળની શંકા જતા આ જથ્થામાંથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ તથા તે અન્વયેના નિયમો હેઠળ ખાદ્ય જથ્થાના નમુના લઈ ફુડ એનાલીસ્ટ, ભુજને તા.૧૧ એપ્રિલ ૨૦૨૩ ના રોજ પૃથ્થકરણ સારૂ મોકલી આપવામાં આવ્યો હતો.

આ નમુનો લીધા બાદ બાકી રહેલ જથ્થો શંકાસ્પદ લાગતા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ ધારા હેઠળ સીઝ કરી એફ.બી.ઓને સેફ કસ્ટડીમાં બોન્ડ ઓફ સ્યોરીટી લઈ યથાવત સ્થિતિમાં જાળવી રાખવા સોપેલ છે. આ તપાસ દરમિયાન હળદર પાઉડર લુઝ ૯૬૯૦ કી.ગ્રા, ઓલીઓરેસીન લુઝ (એડલ્ટરન્ટ) ૩૨૬૦૦ કી.ગ્રા; સ્ટાર્ચ પાવડર લુઝ (એડલ્ટરન્ટ) ૬૩૦૦ કી.ગ્રા;  પ્રીમીક્ષ ટરમેરીક મસાલા લુઝના ૪૬૫૦ કી.ગ્રા, બ્રોકન રાઈસ (એડલ્ટરન્ટ) ૧૩૫૦ કી.ગ્રા.; બ્રોકન રાઈસ (એડલ્ટરન્ટ) ૧૪૦ કી.ગ્રા. સાથે આશરે કુલ ૫૪,૭૩૦ કિ.ગ્રાનો રૂ. ૫૪,૯૨,૫૫૦ કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કમળા, નડિયાદ ખાતેની તપાસમાં નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ તથા પોલીસ સ્ટેશનના અન્ય સ્ટાફની સંયુકત તપાસમાં તા.૧૦ એપ્રિલ ૨૦૨૩ ના રોજ તપાસ કરતા પેઢીમાં રહેલ અલગ અલગ ગોડાઉનમાં તીખુ મરચુ પાવડર, કાશમીરી મરચું પાવડર, ચોખાની કુસ્કી, અચાર મસાલા, હળદર પાવડર, ધાણા પાવડરનો જથ્થો તથા તે પ્રોસેસ માટેની મશીનરી જોવા મળી હતી. જેથી આ તમામ ખાદ્ય પદાર્થોનો જથ્થો જોતા તેની ક્વોલીટી, એડલ્ટરન્ટની પેઢીમાં હાજરી તથા તેની સંગ્રહ કરેલ સ્થિતી જોતા તપાસ અધીકારીઓ તમામને આ જથ્થામાં ભેળસેળની શંકા જતાં આ જથ્થામાંથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ તથા તે અન્વયેના નિયમો હેઠળ એફ.એસ.ઓ. દ્વારા સીઝ કરી તેના નમૂના લઈ ફુડ એનાલીસ્ટ, ભુજ ને તા.૧૧ એપ્રિલ ૨૩ ના રોજ પૃથક્કરણ માટે મોકલી આપ્યો હતા. તથા આ નમૂના લીધા બાદ બાકી રહેલ જથ્થો શંકાસ્પદ લાગતા ફૂડ સેફટી એન્ડ સ્ટાનડર્ડ એકટ-૨૦૦૬ ધારા હેઠળ સીઝ કરી એફ.બી.ઓને સેફ કસ્ટડીમાં બોન્ડ ઓફ સ્યોરીટી લઈ યથાવત સ્થિતીમાં જાળવી રાખવા સોંપવામાં આવેલ છે.

આ તપાસ દરમિયાન અચાર મસાલા લુઝ ૯૦૦ કી.ગ્રા, હળદર પાવડર લુઝ ૯૦૦ કી.ગ્રા.; ધાણા પાવડર લુઝ ૪૩૦ કી.ગ્રા; કાશ્મીરી મરચા પાવડર લૂઝ ૧૧૧૦ કી.ગ્રા; તીખુ મરચું પાવડર, લૂઝ, ૨૮૭૦ કી.ગ્રા; રાઈસ કુસ્કી, (એડલ્ટ્રન્ટ) લૂઝ ૯૪૦ કી.ગ્રા સાથે આશરે કુલ ૬૯૬૦ કી.ગ્રાની  રૂ. ૧૮,૩૪,૦૦૦ કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તા.૧૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ સીલોડ ગામ ખાતે ફૂડ સેફટી એન્ડ સ્ટાનડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના સેન્ટ્રલ ફૂડ સેફટી ઓફીસરની ટીમ દ્વારા મોટી તલાવડી, રેલ્વે ક્રોસીંગ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ તથા તેમની ટીમની સંયુક્ત તપાસમાં તા.૧૧ એપ્રિલ ૨૦૨૩નાં રોજ એક પેઢીની તપાસ કરતા પેઢીમાં રહેલ અલગ અલગ ગોડાઉનમાં ખાદ્ય પદાર્થનો જથ્થો તથા તે પ્રોસેસ કરવા માટેની મશીનરી જોવા મળી હતી. જેથી આ તમામ ખાદ્ય પદાર્થોનો જથ્થો જોતા તેની ક્વોલીટી, એડલ્ટરન્ટની પેઢીમાં હાજરી તથા તેની સંગ્રહ કરેલ સ્થિતી જોતા તપાસ અધીકારીઓ તમામને આ જથ્થામાં ભેળસેળની શંકા જતા આ જથ્થામાંથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ સેન્ટ્રલ એફ.એસ.ઓ. દ્વારા જથ્થાના નમૂના લઈ ફુડ એનાલીસ્ટ, ભુજ ને તા.૧૧ એપ્રિલ ૨૦૩૭ ના રોજ પૃથકરણ સારૂ મોકલી આપ્યા હતા. આ નમુનો લીધા બાદ બાકી રહેલ જથ્થો શંકાસ્પદ લાગતા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ ધારા હેઠળ સીઝ કરી એફ.બી.ઓને સેફ કસ્ટડીમાં બૉન્ડ ઓફ સ્યોરીટી લઈ થયાવત સ્થિતીમાં જાળવી રાખવા સોંપવામાં આવેલ છે. ત્યારબાદ સેન્ટ્રલ એફ.એસ.ઓ અધિકારી દ્વારા ટરમેરીક ઓઈલ સાથે આશરે કુલ ૩૨૪૩૦ કી.ગ્રા.નો કુલ રૂ. ૧૭,૫૦,૪૫૦ કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.  આમ, જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ રૂ.૯૦,૭૭,૫૦૭ કિંમતનો ૯૪,૧૨૦ કિ.ગ્રા. જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ તમામ નમૂનાનો રીપોર્ટ ફુડ લેબોરેટરીમાંથી આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા જણાવાયું છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નડિયાદ : પરિવાર ઉપરના માળે સૂતો રહ્યોને તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિત ચોરી કરી ફરાર

ProudOfGujarat

ગોધરા ખાતે આવેલા લાલબાગ મેદાન ખાતે નગર પાલિકા તંત્ર દ્વારા રાવણદહન કરવામાં આવશે

ProudOfGujarat

ભરૂચ શહેર એ ડીવીઝન પી.આઇ અને મામલતદાર દ્વારા વેપારીઓને સામાજીક અંતર રાખવા માટે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!