Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને વળતર ચૂકવવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.

Share

ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખૂબ મહત્વની રજુઆત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી હતી જેમાં જણાવ્યા મૂજબ તાયફાઓને બદલે ગ્રામ સભામાં કોવિડ મૃતકોના નામ નોંધણી કરાવી અથવા હોસ્પિટલ કે સ્મશાનમાંથી સાચા આંકડા મેળવી પરિવારજનોને આર્થિક સહાય સત્વરે આપી શકી હોત પરંતુ કોરોનામાં મૃતક થયાની સાબિતી માટે પરિવારજનોએ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડી રહ્યાં છે. મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં વિલંબની નોંધ સુપ્રિમકોર્ટે લીધા છતાં પણ રોજગાર સરકારના પેટનું પાણી હાલતુ નથી. કોરોના કાળમાં નાગરિકોએ પોતાના ઘર ચલાવવા માટે ૨૮ મેટ્રીક ટન જેટલુ સોનુ વેચવાની ફરજ પડી હતી. લોકોએ મકાન, જગ્યાઓ, ગીરવે મુકી હતી. સામુહિક, વ્યક્તિગત આત્મહત્યાનું પણ આંકડો કોરોના કાળ દરમ્યાન વધ્યો ત્યારે, પરિવારજનોની આર્થિક તકલીફમાં સહાય કરવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને અને મોંઘી સારવારના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલ લોકોને મદદરૂપ થવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવીડ -૧૯ ન્યાય યાત્રાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલ છે. આ યાત્રાનો હેતુ મહામારીમાં મૃતકોની વિગતો ઓનલાઈન વર્ચ્યુઅલ મેમોરિયલ પર અપલોડ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ આપણા કોવીડ -૧૯ ન્યાય પત્રની ચાર માંગણીઓ જેવી કે ( ૧ ) કોવીડ -૧૯ થી અવસાન પામેલ દરેક મૃતક માટે રૂપિયા ચાર લાખનું વળતર ( ૨ ) કોવીડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ બિલ્સની રકમની ચુકવણી ( 3 ) સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ ( ૪ ) કોવીડથી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન / પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણીઓ દ્વારા કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવાનો છે . ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ મુજબ સહાય આપવી જરૂરી છે.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લામા ૧૦૮ એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસૂતિ કરાઇ

ProudOfGujarat

બાઈક ચોરો જેલ ભેગા – ભરૂચમાં ચોરીની મોપેડ સાથે બે ઈસમોની ધરપકડ કરતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ઉમરવા ગામે ઘર આંગણે રમતા બાળક ઉપર દીપડાનો ખૂની હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!