Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાની પ્રાકૃતિક ખેતીની કામગીરીની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ.

Share

કલેક્ટર કે. એલ બચાણી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને ખેડા જિલ્લાની પ્રાકૃતિક ખેતીની કામગીરીની પ્રગતિ અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વડાપ્રધાન દ્વારા ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય, તે સંકલ્પ અંતર્ગત જિલ્લામાં ચાલતી પ્રાકૃતિક ખેતીની કામગીરીની તાલુકાવાર સમીક્ષા કરવામાં આવી.  ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૩ ના અંત સુધીમાં ખેડા જિલ્લામાં ૧૯૮૯૨ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. કુલ ૧૨૮ ગ્રામ પંચાયતમાં ૭૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જોડાયા છે. આમ દેશી ગાય આધારીત ઓછા ખર્ચવાળી પ્રાકૃતિક ખેતીમાં જોડાવા વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક અને આત્મા કચેરી સ્ટાફનો સંપર્ક કરવા ખેડા જિલ્લાના આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું  છે.  આ બેઠકમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), નાયબ બાગાયત નિયામક, નાયબ પશુપાલન નિયામક તથા તમામ તાલુકા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

માત્ર 75 રૂપિયામાં મોટા પડદે કોઈ પણ ફિલ્મ જુઓ, આ ખાસ દિવસ પર દરેક સિનેમાઘર અને થિયેટરમાં મળશે સુવિધા.

ProudOfGujarat

વડોદરામાં પત્નીએ પતિનું ગળું દબાવી, વીજકરંટ આપી હત્યા કરી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતની ચુંટણીમાં પરિવર્તન પેનલ વિજયી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!