Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટરની અધ્યક્ષતામાં યોજાઇ

Share

જિલ્લા કલેકટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં તથા જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યોની ઉપસ્થિતીમાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં માર્ગ અને મકાનના કામો, સ્વચ્છતા, સિંચાઇના કામો, તથા શાળામાં નવા  વર્ગખંડો અંગે ધારાસભ્યઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

આ રજુઆતોના સંબધિત વિભાગના ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા ઉત્તરો આપવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણી દ્વારા પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહીડા, કપડવંજ ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઇ ગઢિયા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ સહિત જિલ્લાના અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

આંદોલનની ચીમકી બાદ શાહ ગામે બ્રિજ નિર્માણની બાજુમાં ડ્રાઇવર્ઝનનું કામ શરૂ કરાયું.

ProudOfGujarat

ડેડીયાપાડા : 5 મી ડિસેમ્બરના રોજ વિશ્વ જમીન દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

10 દિવસ પૂર્વે જ઼ લોકાર્પણ કરાયેલા અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયુ : સ્ટ્રીટ લાઈટના અભાવે બાઈક ચલાકે કાબુ ગુમાવતા 3 વર્ષીય બાળકનું મોત ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!