Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડો.બાબાસાહેબ આંબેડકરની જયંતિએ ખેડા જિલ્લા ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઇ

Share

ખેડા જિલ્લા ભાજપ દ્વારા શુક્રવારે નડિયાદમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સંતરામ રોડ પર આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા સહિત શહેર, જિલ્લા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો એ ઉપસ્થિત રહી ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી તેમને રાષ્ટ્ર નિર્માણ અને ભારતના બંધારણના નિર્માણમાં આપેલા યોગદાનની સેવાઓને બિરદાવી હતી.

આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ડો.આંબેડકર એક વિચક્ષણ પુરુષ હતા. ભારતીય બંધારણને ઘડવામાં તેમનું અનન્ય યોગદાન હતું. સહુ સમાજને સાથે લઈ રાષ્ટ્ર માટે સહુ એક બને તેવું સામાજિક આંદોલન પ્રેરણાદાયી બની રહ્યું હતું આજના દિવસે તેમના કાર્યોમાંથી આપણે પ્રેરણા લઈએ.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સાડા ત્રણ કરોડની લૂંટના ગુનામાં અંડરવર્લ્ડ ડોન નારાયણ પોલીસ હીરાસતમાં……..

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નાસતા-ફરતા રાજ્ય બહારના આરોપીઓને પકડવા બનાવેલ ટીમ દ્વારા એક આરોપીની ધરપકડ

ProudOfGujarat

બોગસ ડીગ્રી સર્ટીઓ બનાવી લોકો સાથે છેતરપીંડી કરી મોટી રકમ પડાવતી ગેંગને ઝડપી પાડતી છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!