Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લામાં જુનિયર કલાર્ક પરીક્ષા માટેના પરીક્ષાના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા અંગેનું જાહેરનામું

Share

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ જાહેરાત ક્ર.૧૨/૨૦૨૧–૨૨, જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) અન્વયે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા. ૯ એપ્રિલ ૨૦૨૩ ના રોજ ખેડા જિલ્લામાં જુદા જુદા કેન્દ્રો ખાતે લેવાનાર છે.

જેથી તા.૦૯ એપ્રિલ ૨૦૨૩ ના રોજ આ પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય, અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો કાર્ય કરે અને પરીક્ષાર્થીઓ શાંત અને સૌહાદપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાથી તથા ગેરરીતી કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપે તે માટે પરીક્ષાના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આથી,  બી.એસ.પટેલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા જિલ્લો, નડિયાદ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે તેઓને મળેલ સત્તાની રૂએ આ સાથે બીડાણ કરેલ અનુસુચિ મુજબના પરીક્ષા કેન્દ્રમાં અનુસુચિત પરીક્ષા કેન્દ્ર તથા તેની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારમાં પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઇ બિનઅધિકૃત માણસોએ ઉપરોકત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું, કોઈપણ ઈસમે કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા / કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી, પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ-વિક્ષેપ-ધ્યાનભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું / કરાવવું, આ રીતના કોઈપણ દુષ્પ્રેરણ કે પ્રયાસમાં ફરજો પરના સુપરવાઈઝર સ્ટાફ કે ખાસ તપાસણી માટેના સ્કવોડના માણસોએ સામેલ થવું, પ્રામાણિકપણે ફરજો બજાવવામાં કોઈ પ્રકારની ઉદાસીનતા સેવવી, પરીક્ષા સંબંધી ચોરીમાં મદદરૂપ થાય તેવી કોઈપણ વસ્તુ, ઈલેક્ટ્રોનીક આઇટમ જેવી કે, ફેફ્સ, ડુપ્લીકેટીંગ, ઝેરોક્ષ મશીન, કોપીયર કે નક્લ થઈ શકે તેવા કોઈપણ ઉપકરણો, સેલ્યુલર ફોન, મોબાઈલ, સ્માર્ટ વોચ, પેજર, હેન્ડ સેટ, વોકીટોકી કે કોર્ડલેસ ફોન, પુસ્તક, કાપલીઓ વિગેરેનો ઉપયોગ, ઝેરોક્ષ કાઢવાની કામગીરી, ઝેરોક્ષ નકલોનું વહન કરવું કે કરાવવામાં ફરજો પરના તમામ માણસોએ મદદગારી કે દુષ્પ્રેરણા કરવા તથા પરીક્ષાના દિવસે વીજપુરવઠો ખોરવાય નહી તે માટે પરીક્ષાના દિવસે સવારે ૦૯:૩૦ થી ૧૪:૩૦ દરમ્યાન ખોદકામ (Digging )કરવા પર મનાઈ ફરમાવે છે. આ હુકમ તા.૦૯ એપ્રિલ ૨૦૨૩ના રોજ સવારના ૦૯.૩૦ કલાકથી બપોરના ૧૪.૩૦ કલાક સુધીના સમયગાળા માટે (ખેડા જિલ્લાના જે કેન્દ્રો પર કાર્યક્રમ હોય તેને અનુરૂપ) લાગુ રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમનો ભંગ કરનાર કસુરવાર ઈસમો સામે આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબઈન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : કરે કોઈ ભરે કોઈ..! : બે દિવસ અગાઉ રસ્તા બાબતે વિડીયો વાઇરલ કરનાર જાગૃત નાગરિક પર ખાનગી ટ્રેડર્સનાં માલિકે કર્યો હુમલો…

ProudOfGujarat

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અમરેલી : સાવરકુંડલા તાલુકાના લુવારા ગામની મધ્યમાં રાત્રિ દરમિયાન સિંહ પરિવાર આંટા મારતા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!