Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : ભાજપના સ્થાપના દિનની ઉજવણી નિમિતે સામાજિક સમરસતા સપ્તાહ ઉજવણીનો પ્રારંભ, સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે

Share

ખેડા જીલ્લા ભાજપ દ્વારા પાર્ટીના સ્થાપના દિનની ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે. ૪૩ વર્ષ પૂર્વે ૬ એપ્રિલ,૧૯૮૦ ના રોજ ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હતો. તેને અનુલક્ષી આજે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પણ આ પ્રસંગે સામાજિક સમરસતા સપ્તાહ ઉજવાશે. સપ્તાહની ઉજવણીના પ્રારંભે યોજાયેલા ઉદઘાટન સમારંભમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાહનવી બેન વ્યાસ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ ડો.કે. ડી.જેસ્વાણી, અમુલના ચેરમેન વિપુલભાઈ પટેલ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે. પી. નડ્ડાએ કાર્યકરોને વર્ચ્યુઅલ માર્ગદર્શન આપ્યું હતું.

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતુ કે ભરતોય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. જે રાજકીય કામોની સાથે સતત સેવકાર્યો કરતી પ્રથમ રાજકીય પાર્ટી છે. કેન્દ્રમાં તેનું શાસન છે. વિશ્વમાં ભારતી એટલે કે રાષ્ટ્ર તરીકે ભારતની ગરિમા ઉન્નત બને એ માટે પાર્ટીનો દરેક હોદ્દેદાર, કાર્યકર સમર્પિત ભાવથી કામ કરે છે. સેવા અને સંગઠન એકબીજા સાથે જોડાયેલા છે. એ દિશામાં જ  ભાજપનો દરેક કાર્યકર કામ કરે છે. આગામી કાર્યકમો નડિયાદ તાલુકો તથા નડિયાદ શહેર સહિત જિલ્લાભરમાં ઉજવાશે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નડિયાદ-ભરણપોષણ કેસમાં સજા પામેલા 8 કેદી બિલોદરા જેલમાંથી મુક્ત

ProudOfGujarat

ભરૂચ : બોરભાઠા બેટમાં ખેતરોમાં આગ લાગવાથી ખેડૂતોનો પાક બળીને ખાખ.

ProudOfGujarat

ભાવના ફાર્મ વિસ્તાર માં ખુલ્લા માં જુગાર રમતા 5 આરોપી ઝડપી પાડતી અંકલેશ્વર સીટી પોલીસ રૂ 41,400 ની મતા જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!