Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લામાં 10 નગરપાલિકાનાં રૂ.૧૪.૨૮ કરોડના વીજ બિલ બાકી

Share

નડિયાદ વિભાગમાં આવતી પાલિકાઓને વોટર વર્કસ અને પાલિકા ભવન તેમજ સ્ટ્રીટ લાઇટ માટે વીજ જોડાણ આપ્યા છે. જિલ્લાની ૧૦ પાલિકાએ વીજ બીલ ભરવામાં બેદરકારી દાખવી છે. જેમાં નડિયાદ, ચકલાસી, મહુધા, ડાકોર, બાલાસિનોર, ઠાસરા મહેમદાવાદ, ખેડા, કપડવંજ અને કઠલાલ પાલિકાના કુલ રૂ.૧૪.૨૮ કરોડના વીજ બિલ બાકી છે. ત્યારે બિલ ન ભરવાને કારણે સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપ્યા હતા. ચકલાસી અને બાલાસિનોર પાલિકા દ્વારા કરેલ વાયદા પ્રમાણે વીજ બીલ ન ભરતા ચકલાસી અને બાલાસિનોરના સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપી નાખ્યાં છે.

નગર પાલિકાનું કેટલુ વીજ બિલ બાકી – નડિયાદ – રૂ.1.03 કરોડ – ચકલાસી – રૂ.1.69 કરોડ – મહુધા – રૂ.56.50 લાખ – ડાકોર – રૂ.65.76 લાખ – બાલાસિનોર – રૂ.2.93 કરોડ – ઠાસરા – રૂ.73.96 લાખ મહેમદાવાદ – રૂ. 3.81 કરોડ – ખેડા – રૂ. 1.81 કરોડ – કપડવંજ – રૂ. 19.15 લાખ – કઠલાલ – રૂ. 23.15 લાખ એમજીવીસીએલ. અધિકારી  વીજ બિલ બાકી હોય તેવી નગર પાલિકાઓ દ્વારા બિલ ભરવાની તારીખોનું કમીટમેન્ટ આપે છે. જો પાલિકા વાયદા મુજબ વીજ બીલ ભરવાનું ચૂકે તો વીજ કંપની દ્વારા નોટિસ આપીને જીવન જરૂરિયાતમાં આવતી વોટર વર્કસ વિભાગનું કનેક્શન ન કાપતા પાલિકાની જોડાયેલ સ્ટ્રીટલાઇટના કનેક્શન કાપવામાં આવે છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ખાતે પોલીટેકનીક ઇન એગ્રીક્રલ્ચરના વિદ્યાર્થીઓ માટે “કેમ્પસ ઇન્ટરવ્યુનુ સફળ આયોજન” કરાયું.

ProudOfGujarat

નર્મદા ડેમની જળ સપાટી 130.09 મીટર પર પહોંચી, જળ સપાટીમાં 16 સેન્ટીમીટરનો વધારો

ProudOfGujarat

રાજપીપલા નજીક આવેલ વડીયાગામની શ્યામવિલા સોસાયટીના બે ઘરોના તાળા તૂટ્યા મોડી રાતે તસ્કરોએ મચાવ્યો તરખાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!