યજુવેન્દ્રસિંહ ચુડાસમાં
મહેમદાવાદ,જિલ્લો-ખેડા.
ખાનગી પ્રાથમિક શાળાઓમાં નબળા અને વંચિત જુથના વિધ્યાર્થીઓને આર.ટી.ઇ. એક્ટ અંતર્ગત પ્રવેશ આપવામાં આવશે. જે બાળકોને તા.૧૦-૦૪-૨૦૧૮ ના રોજ ૫ વર્ષ પુર્ણ કરેલ હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બને છે.બાળકના વાલી WWW.RTEGUJARAT.ORG વેબસાઇટ પર તા.૧૯-૦૪-૨૦૧૮ થી ૦૫-૦૫-૨૦૧૮ દરમિયાન પ્રવેશ ફ્રોમ ભરી શકશે.જેમાં ફ્રોમ ભરવા સબંધિત જરૂરી આધાર પુરાવાની.વિગતો.વેબસાઇટ પર સામેલ છે.પ્રવેશ મેળવવા માંગતા વિધ્યાર્થીઓના વાલીઓએ ઓનલાઇન ભરેલ ફ્રોમની પ્રિન્ટકોપી જરૂરી ડોક્યુમેન્ટ સાથે તા.૦૮-૦૫-૨૦૧૮ સુધીમાં જાહેર રજા સિવાયે સ્વીકાર કેન્દ્રો પર જમાં કરાવી શકશે.જે વાલીઓ ઓનલાઇન ફ્રોમ ન ભરી શકતા હોય તેઓને સ્વીકાર કેન્દ્ર પરના કર્મચારી દ્વારા ઓનલાઇન ફ્રોમ ભરી આપવામાં આવશે.આ અંગેની વધુ માહિતી વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.ફ્રોમ આપવાના માટે મહેમદાવાદ તાલુકામાં તાલુકા કુમાર શાળા મહેમદાવાદ,પે.શે. શાળા વાંઠવાડી,હલદરવાસ કુમાર શાળા.હલદરવાસ આ શાળાએ ફ્રોમ જમાં કરાવી શકાશે….