Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા પોલીસ ની પ્રસંસનીય કામગીરી

Share

આજે શનિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખુબજ પ્રમાણ માં પ્રવાસીઓ આવ્યા હતા. જેને લઈ ઘણા લોકોના નાના બાળકો માં બાપ થી છુટ્ટા પડી ગયા હતા. પરંતુ થોડી વાર માં માંબાપ જોડે PSI કે, કે, પાઠકે બાળકો ને ગોળી મિલાપ કરાવી દેતા હતા. પરંતુ એક પરીવાર દસ જણા નુ ગ્રુપના નવા નરોડા અહમદાવાદ થી સ્ટેચુ જોવા આવ્યા નામ રાવજીભાઈ એ પટેલ જેમની એક સાત વરસ ની દીકરી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે છુટી પડી ગઈ હતી. પરંતુ એમનું આખુ ગ્રુપ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ પાછા જતી વખતે ખબર પડી કે સાત વરસ ની છોકરી નથી તે દરમિયાન psi કે.કે.પાઠક પોતાના પોલીસ સ્ટાફ સાથે છોકરી ને લઇ આખા સ્ટેચ્યુ ઓફ યુનિટી ભાગ મા પોલીસ સ્ટાફ સાથે ફરી ફરીને છોકરી ના વાલીયો ને ગોતવા લાગ્યા હતા. દોઢ કલાક પછી એમના માંબાપ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ગેટ પાસે થી મડયા અને બાળકી ને સોંપી જેથી નર્મદા પોલીસ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. આવુ સારુ કામ બદલ PSI કે.કે.પાઠક નો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

ગૌતમ વ્યાસ:- કેવડીયા

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરમાં અઠવાડિયાથી અવિરત વરસાદથી જનજીવન ખોરવાયું…

ProudOfGujarat

સૌરાષ્ટ્ર મેલ એકસપ્રેસમાંથી રૂ. 4 કરોડથી વધુની મત્તા ચોરી કરનારને પકડી પાડતી વડોદરા રેલ્વે લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર- જરૂરતમંદ લોકોને સહાય કરી યુવાને પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!