Proud of Gujarat
FeaturedGujaratINDIASportUncategorized

કેવડીયા કોલોની ખાતે સ.સ.ન. નિગમ દ્વારા ક્રિકેટ તથા વોલીબોલ ટુર્નામેન્ટ પ્રારંભ

Share

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સ.સ.ન નિગમ દ્વારા ક્રિકેટ તથા વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થઇ ચુક્યો છે. જેમાં સ.સ.ન. નિગમ ગાંધીનગર, ભરૂચ, કેવડીયા કોલોની, વડોદરા તથા કચ્છની ટીમે ભાગ લીધેલ છે. કાર્યક્રમની ઉદ્ઘાટન વિધિ ગત રોજ કેવડીયા કોલેની સરકારી શાળાના મેદાન માં કરવામાં આવી હતી. આ ઉદ્ઘાટક વિધિમાં ન.યો.મુળ વર્તુળ કચેરી કેવડીયા કોલોનીના આર.જી.કાનુગા, ડી.કેવાઘેલા, એમ.એલ.શર્મા, જે.કે.ગરાસીયા સહીત ગાંધીનગરના એસ.ઓ.પરમાર, શેખ ભાઈ, મહેશ પ્રિયદર્શી પટેલભાઈ, યોગેશ મહેતા, સર્કિટના મેનેજર શ્રી સહદેવ સોલંકી, ગૌતમ વ્યાસ (પત્રકાર) વગેરે સાથે તમામ ટીમના સભ્યો કેપ્ટન સાથે ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટનું ઉદઘાટન નિગમના અધિકારીશ્રીએ કર્યું હતું. કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક સંબોધન અધિકારીશ્રીઓએ કર્યું હતું. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે કચ્છઅને વડોદરા વચ્ચે મેચ યોજાઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. પ્રેક્ષકો પણ મેચનો આનંદલેવા ઉમટી પડ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા : બે વર્ષમાં 22000 વૃક્ષો વાવનાર નર્મદાનું કુંવરપરા વૃક્ષપ્રેમી અને પર્યાવરણ પ્રેમી ગામ.

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલા અનુષ્કા શર્મા અને સલમાન ખાનને પાછળ છોડીને 62.8 મિલિયન ફોલોઅર્સ સાથે સૌથી વધુ ફોલો કરવામાં આવતી અભિનેત્રી બની

ProudOfGujarat

ચંદેરીયા વ્હાઇટ હાઉસ ઉપર સાંસદ મનસુખભાઇ વસાવાને સન્માનિત કરાયા

ProudOfGujarat
error: Content is protected !!