હાલ સમગ્ર રાજ્ય માં વરસાદી માહોલ જામ્યો છે અને રાજ્યના તમામ જળાશયો તેમજ નદીઓ અને ડેમો પણીથી છલોછલ ભરાયેલા છે ઉપરાંત હજી પણ વરસાદ ચાલુ હોય નદીઓ માં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે.
આજે સવારે નર્મદા જિલ્લાના કેવડિયા પાસે ખાડીની વચ્ચે ખડક ઉપર ફસાયેલી કોઠી ગામની 11 વર્ષીય બાળકી ને પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરી બચાવી લેવાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ કેવડિયા નજીક કોઠી ગામની 11 વર્ષીય બાળકી સુનિતાબેન અશોકભાઈ તડવી સવારે પોતાના ગામ પાસે આવેલ ખાડી પાસે શૌચ ક્રિયા માટે ગઈ હતી અને તે ખડીની સામે આવેલ ખડક ઉપર પોહચી હતી ત્યારબાદ અચાનક ઉપરવાસ માંથી પાણી આવી જતા ખાડી માં પાણી નો પ્રવાહ વધી જવાથી તે ફસાઈ ગઈ હતી.
સ્થાનિક લોકો દ્વારા કેવડિયા પોલીસને આ બાબતે જાણ કરતા કેવડિયા પી.એસ.આઈ. ડી.બી શુક્લ એ.એસ આઈ અનિરુદ્ધ ભાઈ રેસ્ક્યુ ના ઓ એ એસ આઈ ઉમેશ ભાઈ અને કોન્સ્ટેબલ નીતિનભાઈ ઘટના સ્થળે પોહચી ગયા હતા ત્યારબાદ તેઓએ સ્થાનિક તરવૈયાઓ ની મદદ થી સામ સામે દોરડું બાંધી ઝોળી બનાવી રેસ્ક્યુ કરી સામે પાર ફસાયેલ છોકરી ને બચાવી લીધી હતી.
કેવડિયા પોલીસની સુજબૂઝ અને સતર્કતાથી પાણી ન પ્રવાહમાં ફસાયેલ એક માસૂમ બાળકી નું જીવન બચ્યું હતું ઉપસ્થિત ગામલોકોએ પોલીસ તેમજ સ્થાનિક તરવૈયાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસ દ્વારા લોકોને વરસાદી માહોલ માં આ રીતે જોખમી જગ્યાઓ ઉપર ન જાવા માટે સમજાવા માં આવ્યા હતા.
કેવડિયા પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી ખાડીની વચ્ચે ફસાયેલ બાળકી ને બચાવી લેવાઈ
Advertisement