રાજનાથ સિંહ કેવડીયામાં ત્રણ દિવસ રોકાશે,ત્રણ દિવસ ચાલનારી આ ડિજી કોન્ફરન્સને લઈને કેવડિયા પોલીસની અભેદ સુરક્ષામાં ફેરવાયું,કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી હંસરાજ આહીર,ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ પણ ઉપસ્થિત રહેશે.
પીએમ મોદીનું 21મી ડિસેમ્બરે સવારે 8:45 વાગે કેવડિયા આગમન થશે અને બપોરે 3:30 સુધી ડિજી કોન્ફરન્સમાં હાજરી આપશે,પીએમ મોદીના આગમનને લઈને કેવડીયામાં ખૂણે ખૂણામાં પોલીસે પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકીંગ આદર્યું.
ડિજી કોન્ફ્રાન્સને લઈને કેવડિયાની નર્મદા નિહાર હોટલમાં પોલીસનો અલગથી કન્ટ્રોલ રૂમ બનાવાયો,ટેન્ટ સીટીના રિસેપશનને કોન્ફરન્સ હોલમાં ફેરવાયો.
રાજપીપળા:પીએમ મોદી દ્વારા 31મી ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.પીએમની ઉપસ્થિતિમાં થયેલા આ મહત્વના કાર્યક્રમને લઈને કેવડીયામાં પોલીસની અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી.એ બાદ કેવડીયામાં બીજો અતિમહત્વનો કાર્યક્રમ ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફરન્સ આગામી 20,21 અને 22મી ડિસેમ્બરે થવા જઈ રહ્યો છે.દેશની સુરક્ષાને લાગતા આ કાર્યક્રમને લઈને કેવડીયામાં આખા ગુજરાતની પોલીસ ખડકી દેવાઈ છે.
અંતર્ગત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહનું 20મી ડિસેમ્બરે સવારે 11 કલાકે કેવડિયા ખાતે આગમન થશે.એમની સાથે કેન્દ્રીય ગૃહ રાજમંત્રી રાજયમંત્રી હંસરાજ આહીર,ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુનું પણ આગમન થશે.બાદ બપોરે 1 કલાકે ટેન્ટ સીટી-2 ખાતે રાજનાથ સિંહ ડિજી કોન્ફરન્સનું ઉદ્દઘાટન કરશે.BSf,SPG,IBPT,CRPF,CISF,આસામ રાઇફલ તથા તમામ રાજ્યોના DGP,IGPની ઉપસ્થિતિમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા,પોલીસ વ્યવસ્થા,દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા,પોલીસ સામેના પડકારો,માઓવાદ,આતંકવાદ,નકસલવાદ સહિતના મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પર ત્રણ દિવસ દરમિયાન ગહન ચર્ચાઓ થશે.ડિજી કોન્ફ્રાન્સને લઈને કેવડિયા નર્મદા નિહાર હોટલમાં પોલીસનો અલગથી કન્ટ્રોલ રૂમ બનાવાયો છે.રાજનાથ સિંહ ત્રણ દિવસ કેવડીયામાં રોકાણ કરશે.ગુજરાત પોલીસની મોટી ફોર્સ કેવડીયામાં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.બીજું કે ડિજી કોન્ફરન્સમાં તમામ મહાનુભવો પોતાની પત્નીઓ સાથે આવશે.ગુજરાત પોલીસની મોટી ફોર્સ કેવડીયામાં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.તમામ સેન્ટ્રલ ફોર્સીસ કેવડિયા ખાતે પરેડ પણ કરશે એમ પણ જાણવા મળ્યું છે.
પીએમ મોદીનું 21મી ડિસેમ્બરે સવારે 8:45 કલાકે કેવડિયા ખાતે આગમન થશે અને તેઓ બપોરે 3:30 વાગ્યા સુધી ડિજી કોન્ફરન્સ દરમિયાન હાજર રહેશે. પીએમ મોદી ટેન્ટ સીટી ખાતે નહિ પણ કેવડિયા VVIP ગેસ્ટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે એવી સંભાવનાઓ છે.પીએમ મોદી 22મી ડિસેમ્બરે બપોરે 2 કલાકે કેવડીયાથી સીધા અમદાવાદ ખાતે ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે જશે એવું પણ જાણવા મળ્યું છે.પીએમ મોદી તથા ગૃહમંત્રી સહિત દેશની સુરક્ષા પાંખોના વડાઓની હાજરીને લીધે પોલીસ દ્વારા કેવડિયા ખાતે સતત પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ કરાઈ રહ્યું છે.આ ત્રણ દિવસો દરમિયાન સામાન્ય પ્રજાને એ વિસ્તારમાં પ્રવેશબંધી જાહેર કરાઈ છે.
કેવડિયા ટેન્ટ સીટી-2 ના રિશેપશનને કોન્ફરન્સ હોલમાં ફેરવાયો છે,ટેન્ટ સીટી-2ના એક રૂમમાં રાઉન્ડ ટેબલ હશે જ્યાં ડિજી કોન્ફ્રન્સ યોજાશે જ્યારે બીજા રૂમમાં સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી છે.ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કેવડીયામાં ધામા નાખ્યા છે.નર્મદા જિલ્લામાં નોકરી ગયેલા મોટેભાગના અધિકારીઓને સ્ટેન્ડ બાય રખાયા છે.દેશની સુરક્ષાને લઈને મહત્વની આ વાર્ષિક બેઠક ખુલ્લા વિસ્તારમાં અને ટેન્ટમાં રાખવામાં આવી હોય જેને લઈને સુરક્ષા કડક બનાવાઈ છે.કોન્ફરન્સ વિસ્તારમાં જાહેર જનતા કે પ્રવાસીઓ,મીડિયા કર્મીઓ માટે પણ પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ આઈબીના અધિકારીઓએ આ મુદ્દ કડક સૂચના આપી હોવાથી જેને લઈને ખાસ કાળજી રાખવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે દેશની સુરક્ષાને લઈને આવી મહત્વની બેઠક એકદમ સુરક્ષિત જગ્યાએ રાખવી જરુરી છે.જ્યાં તમામ સુરક્ષા અધિકારીઓ સુરક્ષિત રહે છતાં ટેન્ટમાં રાખવામાં આવી છે.એસી હોલમાં આ અધિકારીઓ નિરાંતે મોંઘા દાટ ભોજન આરોગી ચર્ચા કરશે.પણ આ કોન્ફરન્સ દિલ્હી જ રાખી હોય તો કોઈ હેરાન થાય જ નહિ અને સુરક્ષાની વાતો પણ થઇ જાય પણ નવા નવા ફતવા કાઢી લોકોને હેરાન પરેશાન કરી મુક્યા હોવાની ચર્ચાઓ મુદે કોન્ફરન્સેની વાતે લોકોમાં વિરોધ પણ થઇ રહ્યો છે.
■બોક્સ:ડિજી કોન્ફરન્સને લઈને ત્રણ દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ
◆કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે 20,21 અને 22 ડિસેમ્બરે ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફરન્સ થવા જઈ રહ્યો છે.જેમાં પીએમ મોદી,ગૃહમંત્રી સહિત દેશની સુરક્ષા પાંખના વડાઓ ઉપસ્થિત રહેવાના હોવાથી સુરક્ષા કારણોને લીધે 20,21 અને 22 ડિસેમ્બરે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો હોવાનું જાણવા મળ્યું છે.