કેવડિયા કોલોની
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાબંધ માંથી નર્મદા નદીમાં નહિવત પાણી છોડતા નર્મદા નદી ઠેક કેકડિયા કોલોની થી ભરૂચ સુધી રેલા સ્વરૂપે વહી રહી છે…
નર્મદાબંધ માંથી સૌરષ્ટ્ર અને કચ્છ સુધી કેનાલ દ્વારા પાણી પહોચાડવામાં આવે છે અને વચ્ચે આવતા તળાવ/સરોવરો પણ ભરવામાં આવે છે અન્યાય તો ફક્ત ભરૂચ-નર્મદા જિલ્લાની જનતાને થઇ રહ્યો છે આ યોજનામાં જેમની જમીનો ગઇ છે તેમને પણ પાણી મળતુ નથી અને હાલમાં કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટી બનાવામાં આવી છે અને તેની ફરતે પાણીની સરોવર બનવવામાં આવી છે તેને ભરવા માટે ગરૂડેશ્વર વિયર ડેમથી નર્મદા બંધ સુધીનું પાણી છોડવામાં આવે છે જેના થી દેશ વિદેશનાં સહેલાણીઓ આ કુદરતી નજારો જોઇ આનંદ અનુભવે ….
જ્યારે નર્મદાબંધ માંથી ગોલબોલે ગેટ દ્વારા નહિવત પ્રમાણમાં ગરુડેશ્વર નજીક નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે ત્યારે નદી આગળ જતા પાણેથા,નારેશ્વર,ઓરપટ,શુકલતીર્થ,ઝનોર નજીક રેતીના માફિયાઓ નર્મદા નદીમાં ભુંગળા નાખીને પુલીયા બનાવે છે અને નર્મદા નદીનું પાણી રોકે છે અને રેતી લેવા જતા વાહનોનું અવર જવર થઇ શકે જેના પગલે ભરૂચ સુધીપહોચતી નર્મદા નદીમાં ચારે તરફ ભેટ ઉપસી આવ્યા છે અને “મા” સમાન નર્મદા નદી એક રેલા સમાન વહી રહી છે
એક તરફ તંત્ર દ્વારા પાણી છોડતુ નથી અને છોડાય છે તો રેતી માફિયા પાણીને પુલીયા બનાવી રોકી રાખે છે અને રેતીનુ રાત-દિવસ બેરોકટોક ખનન કરે છે.વહીવટી તંત્ર દ્વારા એમને રોકવામાં પણ આવતા નથી.બે ત્રણ દિવસ લાલ આંખ કરે પછી બધુ હતુ એવું જ થઇ જાય છે
જો આ બધું અટકાવવામાં આવે તો નર્મદા નદીની સુંદરતા જળવાઇ રહે અને તેમાં રહેતા જળચર જીવોનું જીવન પણ જોખમાય નહી અને તેઓ વસ્તી તરફ આગળ વધે નહી..
વહીવટી તંત્ર દ્વારા જો નર્મદા નદીમાં પાણી છોડવામાં નહી આવે તો ઉનાળા સુધી તો નર્મદા નદી સુકાઇ જાય તો નવાય નહી આના માટે વહીવટીતંત્ર અને રેતી માફિયા જ જવાબદાર ગણાશે.આમ,હજારો લિટર પાણીસ્ટેચ્યુ ઓફ યુનિટીની ફ્લાવર ઓફ વેલી પાછળ ખર્ચાય છે તો પછી નર્મદાનદીમાં કેમ નહી ?? પ્રવાસીઓને આકર્ષવા માટે સરોવર પણ ભરાય અને નદીમાં પાણી નથી છોડાતુ. આ તે કેવો અન્યાય ?? કેમ સૌની યોજનાને મહત્વ અપાય છે ??તો આ બે જિલ્લાની જનતાને કેમ નહી?