Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી ૧૩૨.૬૦ મીટરે નોંધાઈ

Share

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨૮ મી ઓગસ્ટ, ૨૦૨૩ ને સોમવારના રોજની હાલની સ્થિતિએ ૧૩૨.૬૦ લેવલ મીટરે નોંધાયેલી છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ધીમા પ્રવાહે વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે ૯૦,૩૧૧થી વધુ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઈ રહી છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં મહત્તમ ગ્રોસ સ્ટોરેજ ક્ષમતા ૯,૪૬૦ મિલિયન ક્યુબિક મીટરની છે જેના સામે હાલમાં ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે આજે તા.૨૮ મી ઓગષ્ટ,૨૦૨૩ ની સ્થિતિએ નર્મદા ડેમમાં ૭,૫૬૭ મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થતા હાલ નર્મદા ડેમ ૮૦ ટકા ગ્રોસ સ્ટોરેજથી ભરાયેલો છે. ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકના કારણે ડેમના બંને વીજ મથકો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં રિવરબેડ પાવર હાઉસમાંથી વિજ ઉત્પાદન બાદ ૪૪,૪૯૭ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જ્યારે કેનાલ હેડ પાવરહાઉસમાંથી ૧૪,૭૭૯ ક્યૂસેક પાણીની જાવક સરોવરમાં થઈ રહી છે. તેમ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના શીફ્ટ ઈન્ચાર્જ સરદાર સરોવર પ્રોજેક્ટ, ડેમ ફ્લડ કન્ટ્રોલ સેલ, એકતાનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપળામાં મહારાષ્ટ્રીયનોએ નવા વર્ષ ગુડી પડવા પર્વની ઉજવણી કરી.

ProudOfGujarat

વડોદરાના મોગલવાળા વિસ્તારમાં ઉભરાતી ગટરોના કારણે રહીશોનો વોર્ડ ઓફિસ પર હલ્લાબોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!